Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં વાડજ અને ખાડિયા ક્રોસ રોડ પર અકસ્માતના બનાવમાં બે વૃદ્ધના મોત

અમદાવાદમાં વાડજ અને ખાડિયા ક્રોસ રોડ પર અકસ્માતના બનાવમાં બે વૃદ્ધના મોત

અમદાવાદ, 20 નવેમ્બર, 2026 : Two elderly people died in an accident at Vadaj and Khadia cross roads શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવમાં બે સિનિયર સિટિઝનના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતમાં વાડજ સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને રિક્ષાચાલકે ટક્કર મારતા 75 વર્ષીય કાંતિલાલ નાનજીભાઈ પરમારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં  શહેરના ખાડિયા ચાર રસ્તા પાસે પગપાળા જઈ રહેલા વૃદ્ધને એક્ટિવા ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં 63 વર્ષીય ગોપાલદાસ આહુજાને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા 75 વર્ષીય કાંતિલાલ નાનજીભાઈ પરમાર ગત તા. 9 નવેમ્બરના રોજ દધીચિ બ્રિજ પાસે આવેલા દૂધનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરની સામે મેલડીમાતા સર્કલથી જૂના વાડજ સર્કલ તરફ જતો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક રિક્ષાચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કાંતિલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના નરોડા પાટીયા પાસે રહેતા 63 વર્ષીય ગોપાલદાસ આહુજા કાલુપુર સ્થિત એક ખાનગી દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ગત તા. 29 ઓક્ટોબરના રોજ તેઓ પોતાની દુકાનેથી ચાલતા ફર્નાન્ડીઝ બ્રિજ ખાતે સામાન ખરીદીને પરત ફરી રહ્યા હતા. તેઓ ખાડિયા ચાર રસ્તા પાસે પહોંચ્યા તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક એક્ટિવા ચાલકે તેમને અડફેટે લીધા હતા. રોડ પર પટકાવાથી ગંભીર ઈજાઓ પહોંચતાં ગોપાલદાસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ તેજ કરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img