Homeગુજરાતીગુજરાતખેડાના સારસામાં ONGC પાઈપલાઈનમાંથી ક્રૂડની ચોરી કરતા 6 આરોપી પકડાયા

ખેડાના સારસામાં ONGC પાઈપલાઈનમાંથી ક્રૂડની ચોરી કરતા 6 આરોપી પકડાયા

અમદાવાદ, 20 નવેમ્બર, 2026 :  6 accused arrested for stealing crude oil from ONGC pipeline ખેડા જિલ્લાના સારસા નજીક સીમ વિસ્તારમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં પંકચર કરીને ક્રૂડ ઓઈલની ચોરી કરતી ગેન્ગના 6 આરોપીને ગુજરાત એટીએસ પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ ક્રૂડ ઓઈલની ચોરી કરીને ટેન્કર અમદાવાદના વટવા- વીંઝોલ રિંગ રોડ પર આવેલા હેપ્પીભાઈ ભરવાડના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરતા હતા. અને ત્યારબાદ ઓએનજીસી લખેલા ટેન્કરમાંથી આઇસર ટ્રકમાં ભરતાં હતાં. પોલીસે 8000 લિટર ક્રૂડ ઓઇલ, ટેન્કર, આઇસર ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજરાત એટીએસની ટીમના ડીવાયએસપી એસ. એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારના ગફારભાઈ રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માનભાઈ અને ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી નામના શખસો ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને વટવા-વિંઝોલ રિંગ રોડ પર પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પી ભાઈ ભરવાડના પાર્કિંગમાં ઓઇલ ખાલી કરી રહ્યા છે. જેના આધારે પાંચ પીએસઆઇ અને કોન્સ્ટેબલની ટીમ બનાવીને હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ઓએનજીસી  લખેલા ટેન્કરમાંથી આઇશર ટ્રકમાં રાખેલા ટાંકામાં પાઇપ મારફતે ક્રુડ ઓઇલ ખાલી કરવામાં આવતું હતું. જેથી સ્થળ પરથી ગફાર, મોહસીન સહિત કુલ છ લોકો મળી આવ્યા હતા. તમામની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ કૂવા નં.26 પરથી કેશીંગ વાલ્વ મારફતે ફાઇટર પંપની મદદથી આશરે 8000 લીટર ક્રુડ ઓઈલની ચોરી કરી વેચાણ અર્થે લાવ્યા હતા. આઇસર ટ્રકમાં તેઓ ખાલી કરી રહ્યા હતા, ત્યારે એટીએસની ટીમે દરોડો પાડી તેઓને ઝડપી લીધા હતા. ટેન્કરમાંથી 4500 અને આઇસર ટ્રકમાંથી 3500 લીટર ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img