1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ફરવાલાયક સ્થળો,જગ્યા એવી કે અન્ય સ્થળોને પણ ભૂલી જવાય એવી

ગુજરાતમાં ફરવા માટે આ જગ્યા છે બેસ્ટ વિશ્વના સુંદર સ્થળોને પણ ભૂલી જવાય તેવી જગ્યા મોટી સંખ્યામાં લોકોની પસંદ છે આ સ્થળ ચોમાસાની સિઝન શરૂ થતા જ કેટલાક લોકો ફરવા માટે નીકળી જાય છે, કારણ છે કે કુદરતની સુંદરતા ચોમાસામાં સૌથી વધારે ખીલ છે અને ગુજરાતમાં તો કેટલીક એવી જગ્યા છે જે લોકોનું મન મોહી […]

રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની સહાયમાં વધારો, દૂધળા પશુના મૃત્યુમાં સહાય 50,000 અપાશે

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો અતિવૃષ્ટિમાં કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. પૂરના અસરગ્રસ્તોને 4100 રૂપિયાની અપાતી સહાયની રકમ હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં […]

દેશમાં સ્ટેટ સેફ્ટી ઈન્ડેક્સમાં સતત બીજા વર્ષે પણ ગુજરાત પ્રથમ

અમદાવાદઃ ગુજરાત સતત બીજા વર્ષે પણ સ્ટેટ ફ્રૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં આ વર્ષે પણ પ્રથમ રહ્યું છે. આ ઉપરાંત કેરળ અને તમિલનાડુ અનુક્રમે બીજા તથા ત્રીજા ક્રમે છે. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો માટે રાજ્યના ઓવરઓલ પરફોર્મન્સ ઓન ફૂડ સેફ્ટીના આધારે પસંદગી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ […]

રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી 16400 જગ્યાઓ 6 મહિનામાં ભરી દેવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે સરકારે જુદા જુદા સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા ટાઈમ ટેબલ બનાવી રહી છે. ત્યારે રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો સરકારનો ટાર્ગેટ છે. […]

ગુજરાતઃ શ્રમિકોને ફરીથી માત્ર રૂ. 10માં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં શ્રમિકોને ભોજન મળી રહે તે માટે વર્ષ 2017માં શ્રમિક અન્નપર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે શ્રમિકોને માત્ર રૂ. 10માં ભોજન મળતું હતું. જો કે, દોઢ વર્ષ પહેલા આ યોજના બંધ કરવામાં આવી હતી. જો કે, રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને સસ્તુ અને સારુ ભોજન મળી […]

ઘટાટોપ વાદળો અને વીજળીની ગર્જના સાથે ચોમાસું જામ્યું, જાંબુઘોડામાં 6 ઈંચ, બોડેલીમાં 5 ઈંચ,

અમદાવાદઃ રાજ્યમાં હવામાનમાં ઉકળાટ સાથે ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વીજળીની ગર્જના પણ થઈ રહી છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. આજે મંગળવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં ઝાપટાંથી લઈને6 ઈંચ વસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં 6 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 5 ઈંચ, અને જેતપુરપાવીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો […]

ભૂપેન્દ્ર પટેલે સત્તા સંભાળતા હવે ફરીવાર આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. ભલે એકજ પક્ષની સરકાર હોય પણ જ્યારે સરકારનો મુખ્યયા બદલાય ત્યારે પોતાના પસંદના અધિકારીઓને યોગ્ય સ્થાને મુકાતા હોય છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈના કાર્યાલયમાં ફરજ બજાવતા અશ્વિનીકુમાર એમ. કે. દાસ અને ડી. એચ. શાહ […]

તાપીમાં પદમડુંગરી ઈકો-ટુરિઝમ સેન્ટરઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફી ઝોન બનાવાશે

સુરતઃ તાપી જિલ્લામાં સ્થિત પદમડુંગરી ઇકો-ટુરિઝમ સેન્ટરે ઇકો-ટુરિઝમ સાઇટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.પર્યાવરણ બચાવવા અંબિકા નદીના પાણીને શુદ્ધ કરી બોટલિંગનો પ્લાન્ટ કાર્યરત કરાયો છે અને ત્યાં આવતા પ્રવાસીઓને હાલ પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. કેમ્પસાઈટ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને ખૂબ જ ગંભીરતાથી […]

સુરતમાં આગના બનાવોમાં ફાયરના કર્મચારીઓની સલામતીને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આગના બનાવોમાં વધારો થયો છે. કેટલીકવાર આગ બુઝાવવાની કામગીરીમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દાઝતા હોવાનું બને છે. દરમિયાન ભીષણ આગમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થતા હોય છે. દરમિયાન સુરતે ભીષણ આગમાં કોઈ કર્મચારીને નુકસાન ના થાય તે માટે રોબોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. લગભગ 1.42 કરોડની કિંમતમાં આ રોબોટની […]

મુંદ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલા હેરોઈનની કિંમતનો આંકડો 9 હજાર કરોડને પાર

અમદાવાદઃ ગુજરાતના મુંદ્રા પોર્ટ ઉપરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી 2500 કરોડથી વધારેનું હેરોઈન મળી આવતા ડીઆરઆઈ અને એનસીબીના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરીને બીજા કન્ટેનરમાં તપાસ કરવા વધારે હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આમ બંને કન્ટેનરમાંથી લગભગ 9 હજાર કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. કન્ટેનરોમાંથી અંદાજે 3 હજાર […]