1. Home
  2. Tag "gujarat"

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થોડી રાહત મળી, હવે બે દિવસ બાદ તાપમાન વધશે

અમદાવાદઃ ગુજરાતમાં 13મીથી 15 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માવઠાને લીધે વાતાવરણ થોડી ઠંડક થતાં લોકોને રાહત થઈ હતી. પણ ત્યારબાદ ગરમીમાં વધારો થયો હતો. અને તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. હવે પવનની દિશા બદવાતા ત્રણ-ચાર દિવસ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થા અને યુનિ.ઓના હિસાબી ઓડિટમાં 98.60 કરોડની ગેરરીતિ પકડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક હિસાબી ભંડોળ પાસે રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના 2001થી 2019 સુધીના હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સરકારી યુનિવર્સિટી અને 14 અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટમાં 98.60 કરોડના હિસાબી અનિયમિતતા મળી આવી હતી, જે સરકારી યુનિવર્સિટીઓમાં હિસાબી અનિયમિતતા જોવા મળી છે. કે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2013-14 થી 2014-15 […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. […]

ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધ થશે તો ગુજરાતનો હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે

ભાવનગરઃ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં છેલ્લા ગણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ ઈઝરાયલ સહિતના દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય […]

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા […]

બુલેટ ટ્રેનથી જવાશે દિલ્હીથી અમદાવાદ,ક્યાં-ક્યાં હશે સ્ટેશન, સમજો આખો પ્લાન અને રુટ

નવી દિલ્હી: ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનો વાયદો કર્યો છે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના સિવાય રેલવે હવે દિલ્હીથી અમદાવાદની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ ટ્રેન હશે. આ બુલેટ ટ્રેન […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમરેલીમાં 44 ડિગ્રી, ભાવનગર, જુનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી તાપમાનમાં વધારો થયો છે. અને બુધવારે તો અસહ્ય તાપમાને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જેમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી અને અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ […]

રામ નવમીઃ ગુજરાત બન્યું રામમય, ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મંદિરમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારથી જ રામજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આવે રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યાં હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો […]

માવઠાની આફત ટળી, હવે આજથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે, તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવશે

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ માવઠાની આગાહી કરી હતી. અને માવઠાની આફત ટળી જતાં હવે આજથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે. અને અમદાવાદ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. રાજકોટ મ્યુનિ.એ યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે 13મીથી 16મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code