1. Home
  2. Tag "gujarat"

રાજ્યમાં ‘ગુજરાત ખરીદ નીતિ-2024’નો 1 એપ્રિલથી અમલ થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા ‘ગુજરાત ખરીદ નીતિ-2024’ની જાહેરાત કરવામાં આવી છે, જે તા. 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે. આ નવી પ્રોક્યોરમેન્‍ટ પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને આવરી લેશે. રાજ્યમાં હાલ ‘ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-2016’ અમલમાં છે. તેની સફળતા બાદ આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ […]

અમદાવાદઃ ગુજરાતના માર્ગો ઉપર માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 301 બસ દોડતી થઈ

અમદાવાદઃ પ્રજાજનોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવા રાજ્ય સરકારનો માર્ગ વાહનવ્યવહાર નિગમ સતત કાર્યરત છે ત્યારે આજે અમદાવાદ ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ. 111 કરોડના ખર્ચે નવીન 301 જેટલી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રીએ આગ્રહપૂર્વક એસ.ટી બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે જ લીલી ઝંડી અપાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ બસની […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ મતદાન યોજાશે

અમદાવાદઃ ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ઉપર જ એક જ તબક્કામાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે 4 જૂનના રોજ મતદાન યોજાશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તા. 12મી […]

ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે, આજે થશે જાહેરાત

અમદાવાદઃ  દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે શનિવારે બપોર બાદ લાકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરવામાં આવશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણીની સાથે  ખાલી પડેલી છ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી પણ યોજાશે. વિધાનસભાની 6 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની વિધિવત જાહેરાત […]

ગુજરાતમાં સોમવારથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, 437 કેન્દ્રો નક્કી કરાયા

ગાંધીનગરઃ  ગુજરાતમાં  ખેડૂતોને તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને ઈ-પોર્ટલ પર ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી હતી.  જેના ભાગરૂપે તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચને સોમવારથી ટેકાના ભાવે ખરીદીનો 437 કેન્દ્રો પરથી પ્રારંભ કરાશે, જે 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો […]

ગુજરાતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો, બે દિવસમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના આગમન સાથે જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. આ વખતે ઉનાળો વધુ આંકરો બનશે એવા પ્રારંભથી સંકેતો મળી રહ્યા છે. હાલ પશ્વિમ અને ઉત્તર પશ્વિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી […]

ગુજરાતના વર્ગ-3ના કર્મચારીઓથી લઈને અધિકારીઓએ પોતાની મિલક્તો જાહેર કરવી પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો નિયમ છે. ઘણા અધિકારીઓ પોતાની મિલક્તો જાહેર કરતા નથી. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને અધિકારીઓને પોતાની મિલકતો જાહેર કરવાની તાકીદ કરવામાં આવતી હોય છે. હવે વર્ગ-3ના કરાર આધારિત સહિત તમામ કાયમી વર્ગ-3ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આગામી 15મી મે સુધીમાં પોતાની સ્થાવર […]

ગુજરાતઃ યુથ ઓલિમ્પિક- 2029 અને ઓલમ્પિક- 2036ના આયોજન માટે તૈયારીઓનો પ્રારંભ

અમદાવાદઃ યુથ ઓલમ્પિક-2029 અને ઓલિમ્પિક-2036ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત રાજ્યમંત્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ NGOએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ શહેરી […]

ગુજરાતમાં ફાગણના આગમન સાથે જ ગરમીમાં વધારો, 5 દિવસમાં તાપમાન 37 ડિગ્રી વટાવી જશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનો પારો 35 ડિગ્રીને વટાલી ગયો છે. પણ ચાર-પાંચ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જાય એવી શક્યતા છે. હાલ પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો […]

ગુજરાતમાં નર્મદા નદી કિનારાના 320 કિમીના પરિક્રમા પથનો 40 કરોડના ખર્ચે વિકાસ કરાશે

ગાંધીનગરઃ નર્મદા નદીની પરિક્રમા કરવાનું વિશેષ મહાત્મ્ય છે.  દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં નર્મદા નદીકાંઠાના બન્ને બાજુ 320 કિમીના પરિક્રમા પથને અંદાજિત 40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદીના પરિક્રમાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code