1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 9 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 9 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 9 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી

0
Social Share

અમદાવાદ, 6 મે 2026: Unseasonal rains predicted in 9 districts વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. ગઈકાલે મંગળવારે 5 જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટાથી લઈને પોણો ઈંચ વરસાદ પડ્યા બાદ આજે સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40°Cને વટાવી શકે છે. આગામી 9 મેથી 11 મે (DAY-5થી DAY-7) દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ કે બફારો અનુભવાઈ શકે છે.  ગઈકાલે એટલે કે, 5 મેના અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યાં હતાં.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આજે રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. સાથે જ પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચ્યો હતો, તે પ્રમાણે હવે રાજ્યના લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code