Homeગુજરાતીગુજરાતજુનાગઢ અને કચ્છમાં રોડ અકસ્માતના બે બનાવમાં ચારના મોત

જુનાગઢ અને કચ્છમાં રોડ અકસ્માતના બે બનાવમાં ચારના મોત

અમદાવાદ, 15 નવેમ્બર, 2026 : Four killed in two road accidents in Junagadh and Kutch રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુનાગઢના વિસાવદર નજીક તેમજ કચ્છ લૂણી-વડાલા રોડ પર અકસ્માતમાં ચારના મોત નિપજ્યા છે. જુનાગઢના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગીર માસીયાઈ ભાઈના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે કચ્છના લુણી-વડાલા રોડ પર ગાય આડી ઉતરતાં બાઈકસવાર પિતા-પૂત્ર રોડ પર પટકાતા બન્નેના મોત નિપજ્યા હતા.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જુનાગઢના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગીર માસીયાઈ ભાઈના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર બંને સગીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. મૃતકોની ઓળખ 15 વર્ષીય વિરાજગીરી અતુલગીરી અને 16 વર્ષીય જેનીલગીરી બ્રિજેશગીરી તરીકે થઈ છે. ઘટના સમયે હાજર લોકોએ સગીરોને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ છતાં જીવ બચાવી શક્યા નહોતા. ​ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમયે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા

બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કચ્છના લુણી-વડાલા રોડ પર ગાય આડી ઉતરતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિનુગ્રા ગામના રહેવાસી પિતા અને પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક રસ્તા વચ્ચે ગાય આવી ગઈ હતી. ગાયને બચાવવાના પ્રયાસમાં બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બંને રસ્તા પર જોરદાર રીતે પટકાયા હતા. આ અકસ્મતમાં પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img