Homeગુજરાતીગુજરાતઅમદાવાદના જૂહાપુરામાં MD ડ્રગ્સની ફેકટરી પકડાઈ, કરોડોનો કાચો માલ, કેમિકલ જપ્ત

અમદાવાદના જૂહાપુરામાં MD ડ્રગ્સની ફેકટરી પકડાઈ, કરોડોનો કાચો માલ, કેમિકલ જપ્ત

અમદાવાદ, 15 નવેમ્બર, 2026 : MD Drugs factory busted in Juhapura, Ahmedabad શહેરના જૂહાપુરા વિસ્તારમાં મોહમ્મદી પાર્ક નજીક આવેલા એક મકાનના ભોંયરામાં ચાલતી એમડી ડ્રગ્સ બનાવવાની ફેકટરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સરખેજ પોલીસે પકડી પાડી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ રવિવારે વહેલી સવારે દરોડા પાડીને સ્થળ પરથી ડ્રગ્સ બનાવવા માટેનો કરોડો રૂપિયાનો કાચો માલ, કેમિકલ અને સાધનસામગ્રી કબજે કરી હતી. આ મામલે મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપી સાથે સંકળાયેલી બોપલ વિસ્તારમાં આવેલી કોફી શોપ પણ સામે આવતાં ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

શહેરના  સરખેજ વિસ્તારમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સરખેજ પોલીસે આજે રવિવારે  સવારે દરોડો પાડી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. શહેરના જુહાપુરામાં લબ્બેક પાર્કના L-2/13 નંબરના મકાનના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવાનું રો-મટિરિયલ (કેમિકલ) મળી આવ્યું. આરોપી મુદ્દસર પઠાણે રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધા બાદ ગૂગલમાં પ્રોસિઝર સર્ચ કરી છેલ્લા એક મહિનાથી ભોંયરામાં ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કરતો હતો. આ માટે તેણે મધ્યપ્રદેશથી પણ રો-મટિરિયલ ખરીદ્યું હોવાની કબુલાત કરી છે. આરોપીના મકાન પરિસરમાં રાખવામાં આવેલા ડ્રોઅરમાંથી 26.85 ગ્રામ પ્રવાહી એમડી અને 0.70 ગ્રામ પાવડર સ્વરૂપમાં MD મળી આવ્યું હતું. આ ઉપરાંત એસીટોન, ટુ-બ્રોમો, ફોર-બાયો બ્રોમોમીન, હાઈડ્રોક્લોરિક એસિડ સહિતના કુલ 130.613 કિલો કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. આ સંયુક્ત કાર્યવાહીને ‘ઓપરેશન સિન્થેટિક ડ્રગ’ નામ આપવામાં આવ્યું હતું.

એનસીબીના સૂત્રોના કહેવા મુજબ આરોપી મુદ્દસર પઠાણ મકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતો હતો. આરોપી અગાઉ ડ્રગ એડિક્ટેડ હતો. જે બાદ પેડલર બન્યો અને થોડા સમય અગાઉ જ ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે, પહેલી ડિલિવરી પહેલા જ ફેક્ટરી ઝડપી લેવામાં આવી. એટલું જ નહીં મકાનના એન્ટ્રી ગેટની સામે જ CCTV પણ લગાવવામાં આવ્યા હતા.

NCBના ગુજરાતના ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ જણાવ્યું હતું કે, શહેરના સરખેજના મકાનમાં રેડ કરી ત્યાં બેઝમેન્ટમાં એમડી લેબનું સેટઅપ હતું. જેમાં ભારે માત્રામાં રસાયણો (કેમિકલ્સ) મળી આવ્યા. NCB અને સરખેજ પોલીસ આ સંયુક્ત અભિયાનમાં એક આરોપીની ધરપકડ કરી. જે પોતે જ મકાન માલિક છે અને તેનું ‘રતલામ કેફે’ નામનું એક કેફે છે, ત્યાં પણ દરોડા પાડ્યા હતા. આરોપીનું મંદસૌર (મધ્યપ્રદેશ)નું પણ કનેક્શન સામે આવ્યું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img