Homeગુજરાતીગુજરાતવડોદરામાં ઈન્ફીનિયમ ફ્લેટ્સમાં તોફાની વાનરે મહિલાને બચકા ભર્યા

વડોદરામાં ઈન્ફીનિયમ ફ્લેટ્સમાં તોફાની વાનરે મહિલાને બચકા ભર્યા

વડોદરા, 14 નવેમ્બર, 2026 : A mischievous monkey attacked a woman શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ટીપી-13માં આવેલા જાણીતા ઇન્ફીનિયમ ફ્લેટ્સમાં એક તોફાની  વાનર (કપિરાજ) દ્વારા ફ્લેટમાં રહેતી એક મહિલા ઉપર અચાનક હુમલો કરી તેને ઉપરા-છાપરી બચકાં ભર્યા હતા, જેના કારણે ફ્લેટ્સના સ્થાનિક રહિશોમાં ગભરાટ ઊભો થયો છે. અને તોફાની વાનરને પકડવાની માગ ઊઠી છે. તોફાની વાનરના મહિલા પર હુમલાના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા ઇન્ફીનિયમ ફ્લેટ્સમાં રહેતા રહીશો છેલ્લા કેટલાક સમયથી વાનરોના વધતા ઉપદ્રવથી પરેશાન છે.  ફ્લેટના પરિસરમાં એક તોફાની કપિરાજ અચાનક આવી પહોંચ્યો હતો. અને મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાએ બચવા માટે બુમો પાડતા વાનરે મહિલાને બચકા ભર્યા હતા.વાનર એટલો રૌદ્ર સ્વરૂપમાં હતો કે તેણે મહિલાને બચવાનો કોઈ મોકો આપ્યા વગર ઉપરા-છાપરી બચકાં ભરવા શરૂ કરી દીધા હતા. મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી. આ હુમલામાં મહિલાને શરીરના વિવિધ ભાગો પર ઊંડી ઇજાઓ પહોંચી હતી અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે અને ફ્લેટના રહીશોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે.

ફ્લેટ્સના રહિશોના કહેવા મુજબ  શહેરી વિસ્તારોમાં વાનરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવા જોઈએ. આ બનાવના પગલે ઇન્ફીનિયમ ફ્લેટ્સના રહીશોમાં એટલો બધો ડર ફેલાઈ ગયો છે કે નાના બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img