Homeગુજરાતીગુજરાતજુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની 12 દિવસમાં 52000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની 12 દિવસમાં 52000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

જુનાગઢ, 14 નવેમ્બર, 2026 : Sakkarbagh Zoo receives 52,000 visitors in 12 days દિવાળીના વેકેશનને લીધે શહેરના પર્યટન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેમાં શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો નોંધપાત્ર ધસારો જોવા મળ્યો હતો.  1લી નવેમ્બરથી 12 મી નવેમ્બર સુધી 52,172 જેટલા પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જેના થકી સંગ્રહાલયને રૂપિયા 20,81,790ની ટિકિટમાંથી આવક થઈ છે. દિવાળીના તહેવારોમાં ખાસ કરીને સક્કરબાગ ઉપરકોટ અને ગિરનારમાં પ્રવાસીઓની વિશેષ ભીડ જોવા મળી હતી.

ઐતિહાસિક ગણાતા જુનાગઢ શહેરના સક્કરબાગ, ઉપરકોટ સહિત સ્થળોએ દિવાળીના વેકેશનને લીધે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓ એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સાથે ઉપરકોટ અને ગિરનારમાં આવેલા ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેતા હોય છે. મોટાભાગના પ્રવાસીઓ સકરબાગ પ્રાણી સંગ્રહાલયની અચૂક મુલાકાત લેતા હોય છે.

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીના કહેવા મુજબ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી, જેમાં 10 મી નવેમ્બરના દિવસે 12,325 12મી નવેમ્બરના દિવસે 13,836 9મી નવેમ્બરના દિવસે 8193 અને આઠમી નવેમ્બરના દિવસે 4,042 જેટલા પ્રવાસીઓએ સક્કરબાગની મુલાકાત લીધી હતી. હજુ પણ વેકેશનનો સમય છે જેથી આ સમય દરમિયાન પણ પ્રતિ દિન સરેરાશ 1000 થી 2000 જેટલા પ્રવાસીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવી રહ્યા છે. બુધવારે એક દિવસ સકરબાગ પ્રાણી સંગ્રહાલય સાફ-સફાઈ અને રખ-રખાવને કારણે તમામ પ્રવાસન ગતિ વિધિ માટે બંધ રાખવામાં આવે છે.

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં એસિયાઈટિક સિંહની સાથે બંગાળના વાઘ, દીપડા, વરુ, શિયાળ, જંગલી બિલાડી, વિદેશમાં જોવા મળતા પોપટના અલગ અલગ 8 થી 10 પ્રકારના પોપટ, શિયાળા દરમિયાન માઇગ્રેડ થઈને આવતી કુંજ, પક્ષી સુરખાબ, હિપોપોટેમસ, ચિકારા સહિત અલગ અલગ 8 થી 10 જાતના હરણ પ્રજાતિના પ્રાણીઓ, તેમજ કર્ણાટકનું  પ્રાણી બાયસન, કચ્છમાં જોવા મળતા ઘુડખર, સફેદ મોર, સાત થી આઠ જાતના ઝેરી અને બિન ઝેરી સાપ, જેમાં નાગ કાળતરો રસેલ વાઈપર અજગર, બે મોઢાડી બમ્બઈ, અલગ અલગ રંગના અને દેશના લવ બર્ડ, ગરુડ, સમડી, ગીધ, સેઢાળી, ઝરખ, વરુ, કાચબા જેવા બીજા પશુ પક્ષી અને પ્રાણીઓ નિહાળવા માટે પ્રવાસીઓ સક્કરબાગની મુલાકાતે આવતા હોય છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img