Homeગુજરાતીગુજરાતપાટડીની સુરજપુરા કેનાલમાં રવિપાક માટે પાણી છોડવા ખેડૂતોએ કરી રજુઆત

પાટડીની સુરજપુરા કેનાલમાં રવિપાક માટે પાણી છોડવા ખેડૂતોએ કરી રજુઆત

સુરેન્દ્રનગર, 14 નવેમ્બર, 2026 : Farmers have proposed to release water for Rabi crops in Surajpura Canal જિલ્લાના પાટડી તાલુકાની સુરજપુરા નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા રવિપાકને અસર પડી છે. ખેડૂતોએ સુરજપુરા નર્મદા કેનાલમાં સત્વરે પાણી છોડવા સંબધિત વિભાગના અધિકારીઓને રજૂઆતો કરી છે. દસાડા તાલુકાની અનેક જગ્યાએ પણ કેનાલોમાં પાણી પહોંચ્યું નથી અને કેનાલો સૂકી પડી છે. હાલ જીરાની સીઝન છે. ચણા, કપાસ અને એરંડાના પાકને પણ પાણીની જરૂર છે. ખેડૂતો નર્મદાના પાણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરજપુર નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો રવિપાકને પાણ આપી શક્યા નથી. આ વિસ્તારના ખેડૂતોએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, નર્મદાના પાણીનો પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલે છે. ખેડૂતોને સમયસર પાણી મળતું નથી. ખેડૂતોને સમયસર પાણી અને કેનાલોનું સમારકામ થાય તે જરૂરી છે. બે દિવસ પહેલાં સુધી કેનાલના સમારકામનું કામ ચાલુ હતું. શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું હોવા છતાં કેનાલમાં પાણી આવ્યું નથી. કેટલીક કેનાલો વર્ષોથી બનેલી છે, છતાં તેમાં નર્મદાનું પાણી આવ્યું નથી. ખેડૂતોએ સરકારને અપીલ કરીને ખેડૂતોની સમસ્યા પર ધ્યાન અરજ ગુજારી છે..

સૂરજપુરા ગામના ખેડૂતોના કહેવા મુજબ  મોંઘા બિયારણ વાવીને મૂકી દીધા છે. છતાં પાણી આવતું નથી. તેમજ લાઈટ પણ આવતી નથી. વારંવાર ઝટકા ખાય છે, પાવર પણ લો આવે છે, એના કારણે મોટરો બળી જાય છે, ખર્ચા ખુબ વધી જાય છે. નર્મદાના અધિકારીઓ તો કોઈ અહીં આવ્યા જ નથી. આ વર્ષે તો નર્મદા કેનાલની સાફ સફાઈ કરવા પણ કોઈ આવ્યું નથી.

આ અંગે વિરમગામ નર્મદા વિભાગના ઈજનેર સુથારે જણાવ્યું હતુ કે ખેડૂતોની પાણી છોડવાની રજૂઆત મળ્યા બાદ આ બાબતે ઉચ્ચ લેવલે એની જાણ કર્યા બાદ સરકારની પરમિશનથી નર્મદા કેનાલમાં પાણી છોડવામા આવે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img