જામનગર, 10 નવેમ્બર 2026 – ‘Sahayata Setu’ exercise ભારતીય સંરક્ષણ દળો, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ, ભાગ લેતી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો (FFC) સાથે સંકલનમાં, 17-19 નવેમ્બર 2026 દરમિયાન એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયત, સહાયતા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયત, ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર IDSના નેજા હેઠળ એક સંકલિત રીતે હાથ ધરવામાં આવશે.
The Annual Joint Humanitarian Assistance and Disaster Relief Exercise 2026 (AJHE-26) will take place at Air Force Station Jamnagar from 17 to 19 November 2026.
Bringing together Friendly Foreign Countries alongside Indian Army, Indian Navy, Indian Air Force, the Indian Coast Guard, and the National Disaster Management Authority (NDMA), the exercise aims to strengthen inter-agency synergy, operational interoperability, and international response coordination for major disasters, including cyclonic storms, earthquakes, floods, and chemical emergencies.
#AJHE26 #HADR #IndianAirForce@DefenceMinIndia
@SpokespersonMoD
@HQ_IDS_India
@adgpi
@indiannavy
@CareerinIAF
@air_veterans
@ndmaindia— Indian Air Force (@IAF_MCC) November 10, 2026
આ કવાયતનો ઉદ્દેશ્ય ટેકનોલોજીકલ આવિષ્કાર દ્વારા સામૂહિક તૈયારીઓને મજબૂત બનાવવાનો, આંતર-કાર્યક્ષમતા વધારવાનો અને સંકલિત આપત્તિ પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનો છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાત રાજ્યના મહાનુભાવો, CDS, ભારતીય સંરક્ષણ દળોના સેવા વડાઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો આ કવાયતના સાક્ષી બનશે તેવી અપેક્ષા છે. તેમની ઉપસ્થિતિ આ કવાયતના રાષ્ટ્રીય મહત્ત્વ અને આંતરરાષ્ટ્રીય સહયોગ, આપત્તિ તૈયારી અને સામૂહિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિતક રે છે.
આ પણ વાંચોઃ લક્ઝમબર્ગના રાષ્ટ્રીય ઓલિમ્પિક કાર્યક્રમમાં BCOREએ કર્યું ભારતનું પ્રતિનિધિત્વ
આપદાઓને ભૌગોલિક સીમાઓનું બંધ હોતું નથી તેથી, લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રો અને એજન્સીઓ વચ્ચે સમયસર સહાય, અસરકારક સંકલન અને અવિરત સહયોગ સાધવામાં આવે તે મહત્વપૂર્ણ છે. તેની વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતાઓ, ઝડપી પ્રતિભાવ ક્ષમતા અને આપદા રાહત કામગીરીમાં વ્યાપક અનુભવ સાથે, ભારતીય વાયુસેના નાગરિક અધિકારીઓને ટેકો આપવામાં અને કટોકટી દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
સહાય સેતુ કવાયત તેના કાર્યકારી ઉદ્દેશ્યો ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને જવાબદારીની સહિયારી ભાવનાને પ્રોત્સાહન આપશે. તેના સહભાગી રાષ્ટ્રોની કાર્યકારી શ્રેષ્ઠતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવતાવાદી સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરે છે અને આ સિદ્ધાંતને મજબૂત બનાવે છે કે પૂર્વતૈયારી, ભાગીદારી અને તાત્કાલિક કાર્યવાહી આપદાઓ દરમિયાન જીવન અને નુકસાન વચ્ચે તફાવત લાવી શકે છે.








