Homeગુજરાતીદેશ-વિદેશOBC ઉમેદવારનો ક્રીમીલેયર દરજ્જો માત્ર માતા-પિતાની આવકના આધારે જ નક્કી કરી ન...

OBC ઉમેદવારનો ક્રીમીલેયર દરજ્જો માત્ર માતા-પિતાની આવકના આધારે જ નક્કી કરી ન શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 6 નવેમ્બર 2026: સુપ્રીમ કોર્ટે ઓબીસી (અન્ય પછાત વર્ગ) ક્રીમીલેયરના દરજ્જા અંગે 11 માર્ચે આપેલા પોતાના ચુકાદા પર કેન્દ્ર સરકારની સ્પષ્ટતા માંગતી અરજી પર મોટો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે તેનો આ ચુકાદો માત્ર આ કેસ સાથે સંકળાયેલા પક્ષકારો પર જ લાગુ થશે, અને અગાઉથી નક્કી થઈ ચૂકેલી વરિષ્ઠતા તથા બઢતી (પદોન્નતિ) ના મામલાઓને ફરીથી ખોલવામાં આવશે નહીં. આ સાથે જ કોર્ટે પોતાના નિર્ણયનું પાલન કરવા માટે વધુ આઠ અઠવાડિયાનો સમય આપ્યો છે. અગાઉ 11 માર્ચે સુપ્રીમ કોર્ટે પોતાના સીમાચિહ્નરૂપ ચુકાદામાં જણાવ્યું હતું કે, ઓબીસી ઉમેદવારનો ક્રીમીલેયર દરજ્જો માત્ર તેમના માતા-પિતાના પગાર કે આવકના આધારે જ નક્કી કરી શકાય નહીં, પરંતુ તેના માટે માતા-પિતાના પદોની શ્રેણી (કેટેગરી) પર પણ વિચાર કરવો આવશ્યક છે.

જસ્ટિસ પમિદિગંતમ શ્રી નરસિમ્હા અને જસ્ટિસ આર. મહાદેવનની પીઠે આ મામલે કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે 11 માર્ચના આદેશને જો ભૂતકાળથી (પૂર્વવર્તી અસરથી) લાગુ કરવામાં આવે તો દેશભરમાં અગાઉ પૂરી થઈ ચૂકેલી સરકારી ભરતીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશ પર મોટી અસર પડી શકે છે. સરકારે દલીલ કરી હતી કે પાત્રતાના બદલાયેલા ધોરણોને કારણે તે સમયના નિયમો મુજબ થયેલી નિયુક્તિઓ, વરિષ્ઠતા, સેવાની શોર્તો અને કેરિયરમાં અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે. આ જ કારણસર કેન્દ્રએ અગાઉ થઈ ચૂકેલી પસંદગી પ્રક્રિયાઓ અને અધિકારો સુરક્ષિત રાખવા માટે સ્પષ્ટતાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે અન્ય સંગઠનોમાં રહેલા પદોની સરકારી પદો સાથે સમાનતા નક્કી કરવા માટે બે વર્ષનો સમય માંગ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2025 હેઠળ ભલામણ કરાયેલા 958 ઉમેદવારોને સેવા આવન્ટિત કરવાની પણ મંજૂરી માંગી હતી.

  • 11 માર્ચના મૂળ ચુકાદામાં શું કહ્યું હતું કોર્ટે?

8 ઓગસ્ટ 1993ના સરકારી પરિપત્ર અને 14 ઓક્ટોબર 2004ના સ્પષ્ટતા પત્રની વ્યાખ્યા આપતા સુપ્રીમ કોર્ટે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, પીએસયુ (PSU), બેંકો, યુનિવર્સિટીઓ કે ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓના સંતાનોને માત્ર પગારના આધારે ક્રીમીલેયરથી બહાર રાખવા એ બંધારણની કલમ 14 અને 16 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન હોઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓની સમકક્ષ સ્થિતિ ધરાવતા ખાનગી કે અન્ય ક્ષેત્રના કર્મચારીઓ સાથે ભેદભાવ ન થવો જોઈએ.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img