અમદાવાદ, 4 નવેમ્બર 2026 : ટૉરૅન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટર અને છ માસિક ગાળાનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. સમીક્ષા હેઠળના ક્વાર્ટર દરમિયાન કંપનીએ મજબૂત ઓપરેશનલ કામગીરી નોંધાવી છે, જેના પરિણામે એડજસ્ટેડ EBITDAમાં ૨૯%નો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળ કંપનીના વીજ વિતરણ અને પુનઃપ્રાપ્ય ઊર્જા વ્યવસાયનું મજબૂત પ્રદર્શન તેમજ નાભા એક્વિઝિશનના એકીકરણનો મુખ્ય ફાળો રહ્યો છે. એડજસ્ટેડ EBITDAમાં નાભા એક્વિઝિશન સંબંધિત રૂ. ૫૪ કરોડની મુદ્દલ રકમની વસૂલાતની અસરનો પણ સમાવેશ થાય છે, જેને લાગુ પડતા લીઝ એકાઉન્ટિંગના નિયમો અનુસાર બેલેન્સ શીટમાં નોંધવામાં આવી છે.
કંપનીએ ક્વાર્ટર દરમિયાન રૂ. ૧૦૫ કરોડનો વધારાનો TCI નોંધાવ્યો છે, જેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- કંપનીના વીજ વિતરણ વ્યવસાયોમાં ઓપરેશનલ કામગીરીમાં સુધારો.
- પ્લાન્ટ લોડ ફેક્ટરમાં વધારો અને શરૂ કરવામાં આવેલા નવા પ્રોજેક્ટ્સના યોગદાનને કારણે પુનઃપ્રાપ્ય ઊર્જા પોર્ટફોલિયોના પ્રદર્શનમાં સુધારો.
- નાભા એક્વિઝિશનને કારણે યોગદાનમાં થયેલો વધારો.
- ઉધારમાં થયેલી વૃદ્ધિને કારણે નાણાકીય ખર્ચમાં વધારો થયો છે.
ટૉરૅન્ટ પાવરએ રૂ. ૫૦,૦૦૦ કરોડની આવક ધરાવતા ટૉરૅન્ટ ગ્રુપની ઉર્જા ક્ષેત્રમાં કામ કરતી કંપની છે. જેની આવક રૂ. ૨૮,૯૬૬ છે અને દેશમાં ઉર્જા ક્ષેત્રે કાર્યરત ટોચની કંપનીઓ પૈકીની એક છે. કંપની વીજળીના સમગ્ર પાવર વેલ્યુ ચેઇન, જેવી કે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે.
ઉત્પાદન:
- કંપની પાસે કુલ ૬.૮ GWp ની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે, જેમાં ૨.૭GW ગેસ આધારિત ક્ષમતા, ૨.૩GWp રિન્યુએબલ એનર્જી ક્ષમતા અને ૧.૮GW કોલસા આધારિત ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે ૪.૩GWpના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ, ૩GWની પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા અને ૧.૬GWની કોલ આધારિત પાવર ક્ષમતા હાલ પ્રગતિ હેઠળ છે. વિકાસાધીન પ્રોજેક્ટ્સ સહિત કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા આશરે ૧૨.૭GWp અને પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા ૩GW થાય છે, જે ટૉરૅન્ટ પાવરને ભારતના ઉર્જા વિતરણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કંપની તરીકે મજબૂત સ્થાન અપાવે છે.
વિતરણ :
- કંપની ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભિવંડી, શિલ, મુંબ્રા અને કલવા તથા ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં વીજ વિતરણ કરે છે. કંપની પાસે ૪.૨૯ મિલિયન જેટલા ગ્રાહકો છે, જેમના સુધી અંદાજે ૩૧ અબજ યુનિટ વીજળી પહોંચાડવામાં આવે છે.
- ટૉરૅન્ટ પાવરને ભારતમાં અગ્રણી વીજ વિતરણ કંપની તરીકે વ્યાપક માન્યતા પ્રાપ્ત છે. ખાસ કરીને ગુજરાતમાં પોતાના લાયસન્સ ધરાવતા વિસ્તારોમાં કંપનીએ દેશના સૌથી ઓછા વિતરણ નુકસાન અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંક હાંસલ કર્યા છે, જે ગ્રાહકોનો વિશ્વાસ અને સંતોષ વધુ મજબૂત બનાવે છે.


