Homeગુજરાતીખોરાકદિવાળીમાં મહેમાનો બનાવો આ 5 સ્ટેડી સ્નેક્સઃ ઓછી સામગ્રીમાં થશે તૈયાર

દિવાળીમાં મહેમાનો બનાવો આ 5 સ્ટેડી સ્નેક્સઃ ઓછી સામગ્રીમાં થશે તૈયાર

દિવાળી પર ઘરમાં જાતજાતના પકવાન બનાવવાની ઇચ્છા તો દરેકને હોય છે, પરંતુ તહેવારના દિવસોમાં કામ એટલું બધું હોય છે કે દરેક ચીજ માટે અલગથી સમય કાઢવો સહેલો નથી હોતો. ક્યારેક ઘરની સફાઈ અધૂરી રહી જાય છે, તો ક્યારેક પૂજા અને ડેકોરેશનની તૈયારીમાં આખો દિવસ નીકળી જાય છે. આવા સમયે જ્યારે સાંજે ચા સાથે કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય અથવા અચાનક ઘરમાં મહેમાનો આવી જાય, તો સામાન્ય રીતે સમજાતું નથી કે કિચનમાં શું બનાવવું. ઘણા લોકો બહારથી સ્નેક્સ મંગાવી લે છે, પરંતુ ઘરે બનેલી ફ્રેશ વસ્તુઓનો સ્વાદ જ અલગ હોય છે. જો તમે પણ આ દિવાળી પર ઓછા સમયમાં કંઈક સરસ અને ટેસ્ટી બનાવવા માંગો છો, તો ટ્રાય કરો આ 5 સરળ સ્નેક્સ રેસિપી:

  • મહેમાનો માટે બનાવો ચટાકેદાર ‘પોહા કટલેટ’

જો ઘરમાં પોહા રાખેલા હોય, તો આ વખતે તેનાથી કંઈક અલગ બનાવવા માટે પોહા કટલેટ ટ્રાય કરી શકો છો. તે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે.

બનાવવાની રીત: એક કપ પોહાને પાણીથી હળવા ધોઈને 5 મિનિટ માટે સોફ્ટ થવા દો. હવે બાફેલા બટેટા મેશ કરી તેમાં પોહા, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને મસાલા ઉમેરી મિશ્રણ બનાવો. તેના નાના કટલેટ બનાવી પેનમાં ધીમી-મધ્યમ આંચ પર ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  • બાળકો માટે તૈયાર કરો ‘ચીઝ કોર્ન બોલ્સ’

દિવાળી પર જો બાળકો માટે દેખાવમાં આકર્ષક અને ખાવામાં ટેસ્ટી કંઈક બનાવવું હોય, તો ચીઝ કોર્ન બોલ્સ ઉત્તમ વિકલ્પ છે.

બનાવવાની રીત: બાફેલા સ્વીટ કોર્ન, છીણેલું ચીઝ, બાફેલા બટેટા, મીઠું અને મરી મિક્સ કરીને નાની બોલ્સ બનાવો. હવે તેને મેંદાના પાતળા ઘોલમાં ડૂબાડીને બ્રેડ ક્રમ્બ્સમાં ડુબાવો. ત્યારબાદ ગરમ તેલમાં ગોલ્ડન તળી લો અને ટામેટો સોસ સાથે ગરમાગરમ પીરસો.

  • સાંજની ચા સાથે બનાવો ‘બેસન અને પાલકના ગોટા’

દિવાળીના દિવસોમાં ગરમાગરમ ચા સાથે જો પાલક ગોટા મળી જાય તો મજા પડી જાય. આ બનાવવામાં ખૂબ જ સરળ છે.

બનાવવાની રીત: પાલકના પાનને ઝીણા સમારી લો. એક વાસણમાં બેસન, સમારેલી પાલક, ડુંગળી, મરચાં, અજમો અને મસાલા ઉમેરી ગાઢું બેટર બનાવો. હવે કઢાઈમાં ગરમ તેલમાં ગોટા તળી લો અને ચટણી સાથે માણો.

  • ઓછા સામાનમાં તૈયાર કરો ‘સોજીનો પુડલો’

જો તમે ઓછા તેલમાં બનેલો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો ઈચ્છતા હોવ, તો સોજીનો પુડલો શ્રેષ્ઠ છે.

બનાવવાની રીત: સોજી અને દહીં મિક્સ કરીને ગાઢું બેટર બનાવી 10 મિનિટ માટે મૂકી રાખો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, મરચાં, કોથમીર અને મીઠું ઉમેરી તવા પર ગોળ આકારમાં ફેલાવી લો. બંને બાજુથી લાઈટ ગોલ્ડન થાય એટલે શેકી લો.

  • ક્રિસ્પી સ્નેક્સમાં બનાવો ‘મસાલા બ્રેડ રોલ’

જો સમય ઓછો હોય અને ઘરમાં બ્રેડ પડી હોય, તો બટેટાની ચટાકેદાર ફિલિંગ સાથે મસાલા બ્રેડ રોલ ઝટપટ બનાવી શકાય છે.

બનાવવાની રીત: બાફેલા બટેટામાં મસાલા અને ડુંગળી મિક્સ કરો. બ્રેડની કટર સાઈડ કાઢી તેને હળવા પાણીથી નરમ કરી બટેટાનું મિશ્રણ ભરીને રોલનો આકાર આપો. હવે તેને મધ્યમ આંચ પર ગોલ્ડન અને ક્રિસ્પી તળી લો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular