Homeગુજરાતીગુજરાતભારતના વધતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નેટવર્કથી ગુજરાતના થશે મોટો ફાયદો

ભારતના વધતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નેટવર્કથી ગુજરાતના થશે મોટો ફાયદો

ગાંધીનગર, 4 નવેમ્બર, 2026 : Gujarat will benefit greatly from the Free Trade Agreement Network ભારત હાલમાં ઝડપથી પોતાનો વૈશ્વિક વેપાર વિસ્તાર વધારી રહ્યું છે. હાલમાં ભારતે 38 દેશો સાથે 9 મુક્ત વેપાર કરારો (FTAs) કર્યા છે. આ વધતા નેટવર્કથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રને મોટો આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. આગામી 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027)માં આ મહત્વપૂર્ણ વેપાર કરારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમિટમાં વિશેષ સત્રો દ્વારા ગુજરાતની મજબૂત ઓદ્યૌગિક ઇકોસિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે વિવિધ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટમાં રોકાણો આકર્ષવાથી લઈને ભારતીય ઉત્પાદકોની વેપાર ક્ષમતા અને સ્પર્ધા વધારવા સુધીના તમામ ક્ષેત્ર આવરી લેવામાં આવશે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી યોજાતી ગુજરાત સરકારની આ ફ્લેગશિપ ઇવેન્ટ દેશ-વિદેશના રોકાણકારો અને સરકારો વચ્ચે વૈશ્વિક ભાગીદારી પ્રોત્સાહિત કરવા માટે તથા જ્ઞાનનું આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ બની ગયું છે.

વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને સપ્લાય ચેઈનના બદલાતા પ્રવાહો વચ્ચે, વેપાર કરતા દેશો વચ્ચેના FTAs બંને પક્ષો માટે લાભદાયી સ્થિતિનું નિર્માણ કરે છે.

FTAs એક એવા વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રોને રોકાણ આકર્ષવામાં, ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં અને ગ્લોબલ વેલ્યુ ચેઇન (GVC) સાથે જોડાવામાં મદદ કરે છે. નવી પેઢીના આ વેપાર કરારો માત્ર ટેરિફ ઘટાડવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે અવર-જવર, ડિજિટલ વેપાર, સ્થિરતા, નવા સંશોધન અને રેગ્યુલેટરી સહયોગને પણ આવરી લે છે.  હવે ભારતનું મુખ્ય ધ્યાન આ કરારોનો અસરકારક ઉપયોગ કરવા, નિકાસમાં વૈવિધ્યતા લાવવા અને પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસનો લાભ જમીની સ્તરે બિઝનેસ સુધી પહોંચાડવા પર છે.

ગુજરાત ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ પાવરહાઉસ છે. ગુજરાત તેના વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ, મજબૂત ઉદ્યોગસાહસિકતા, વિશ્વસ્તરીય બંદરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા સમયથી નિકાસ-લક્ષી વલણને કારણે ગુજરાત FTA-આધારિત વૃદ્ધિનો મુખ્ય લાભાર્થી બનવા માટે શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.

 ગુજરાત ભારતની કુલ માલ-સામાનની નિકાસમાં આશરે 25% હિસ્સો ધરાવે છે, જેનાથી ગુજરાત દેશનું સૌથી મોટું નિકાસકાર રાજ્ય બન્યું છે. નાણાકીય વર્ષ  2025-26માં ગુજરાતે US$ 110.6 અબજની કિંમતની વસ્તુઓની નિકાસ કરી હતી. ગુજરાતની નિકાસ FY 2013-14માં રુપિયા 4.44 લાખ કરોડ હતી, જે FY 2025-26માં વધીને રુપિયા 9.77 લાખ કરોડ પર પહોંચી છે, એટલે કે આ સમયગાળા દરમિયાન નિકાસ બમણીથી પણ વધુ વધી છે. ગુજરાત પહેલાથી જ ભારતના FTA દેશોને US$  37.8 અબજની કિંમતનો માલસામાન નિકાસ કરે છે, જે રાજ્યની કુલ નિકાસના લગભગ 34% જેટલો ભાગ ધરાવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular