Homeગુજરાતીદેશ-વિદેશતેહરાનમાં લાગ્યા વી વિલ કિલ ટ્રમ્પના પોસ્ટર, ઈરાને સોશિયલ મીડિયા પર શેર...

તેહરાનમાં લાગ્યા વી વિલ કિલ ટ્રમ્પના પોસ્ટર, ઈરાને સોશિયલ મીડિયા પર શેર કર્યો કટાક્ષપૂર્ણ વીડિયો

તહેરાન, 4 નવેમ્બર 2026: અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ ઈરાનમાં ઉજવણી અને કટાક્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈરાનની રાજધાની તેહરાનના પ્રખ્યાત એંઘેલાબ ચોક પર લગાવવામાં આવેલું એક પોસ્ટર હાલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ પોસ્ટર પર સ્પષ્ટ શબ્દોમાં “અમે ટ્રમ્પને મારી નાખીશું” એવુ લખવામાં આવ્યું છે.

તેહરાનમાં મૂકાયેલા આ વિવાદિત પોસ્ટરમાં ડોનાલ્ડ ટ્રમ્પને જેલના લોખંડના સળિયા પાછળ કેદ અને અત્યંત દુઃખી અવાજમાં ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં ટ્રમ્પની એક તરફ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો ફોટો છે, જેના પર લાલ રંગથી ક્રોસ (ચોકડી) મારેલી છે. આ સિવાય અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથની તસવીર પણ સામેલ કરાઈ છે. નોંધનીય છે કે, ઈઝરાયેલની ચૂંટણીમાં પણ નેતન્યાહુ સરકાર બનાવવાની સ્થિતિમાં દેખાઈ રહ્યા નથી.

ઈરાન અને અમેરિકા વચ્ચેનો આક્ષેપ-પ્રતિઆક્ષેપ સોશિયલ મીડિયા સુધી પણ પહોંચ્યો છે. ભારત સ્થિત ઈરાની દૂતાવાસના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક એનિમેટેડ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં ‘US Midterm Elections’લખવામાં આવ્યું છે. વીડિયોમાં કેટલાક ડેમોક્રેટિક નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાંથી બહાર ફેંકીને ‘ખતરનાક કચરો’લખેલી ડસ્ટબિનમાં નાખતા નજરે પડે છે.

  • ઈરાન સાથેનું યુદ્ધ અને મોંઘવારી ટ્રમ્પની હારનું મુખ્ય કારણ

તાજેતરના અહેવાલ મુજબ, મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હારનું સૌથી મોટું કારણ અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારી છે. મોંઘવારી ડામવામાં ટ્રમ્પ પ્રશાસન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે પણ આર્થિક સ્થિતિ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બન્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે મોંઘવારી ઘટાડવાના અનેક વાયદા કર્યા હતા, પરંતુ જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો નહીં.

  • હાર બાદ ટ્રમ્પના બે મોટા નિર્ણયો: ઈરાન અને ઈઝરાયેલ અંગેની નીતિ બદલાઈ

ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયેલને લઈને મહત્વના નિર્ણયો લીધા છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હાલ ઈરાન પર હુમલો કરવાનું અમારું કોઈ આયોજન નથી. અમે પહેલા ઈરાન સાથે વાતચીત કરીશું અને ત્યારબાદ જ આગળનો નિર્ણય લઈશું.” ટ્રમ્પે ઈઝરાયેલને આપવામાં આવતી વાર્ષિક આર્થિક મદદમાં ભારે કાપ મૂકવાની જાહેરાત કરી છે. અમેરિકા તરફથી ઈઝરાયેલને દર વર્ષે આપવામાં આવતી 4 બિલિયન ડોલર (અંદાજે 4 અબજ ડૉલર)ની સહાય હવે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular