Homeગુજરાતીગુજરાતઅમદાવાદના કાંકરિયા લેકમાં બોટિંગને મંજુરી, લાઈફ જેકેટ ફરજિયાત

અમદાવાદના કાંકરિયા લેકમાં બોટિંગને મંજુરી, લાઈફ જેકેટ ફરજિયાત

 અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : Boating allowed in Kankaria Lake શહેરના કાંકરિયા લેકમાં બંધ કરાયેલા બોટિંગને સિટી વોટરસાઈડ સેફ્ટી  કમિટી દ્વારા શરતોને આધિન મંજુરી આપવામાં આવી છે. કાંકરિયા લેકમાં બોટીંગ એક્ટિવીટી કરવા આવતા શહેરીજનોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, CCTV કેમેરા અને તેનું નિરીક્ષણ કરવા માટે ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહેશે. તેમજ બોટિંગમાં સવારી કરનારાઓએ લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે.

વડોદરાના હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા બોટીંગ પોલિસી તેમજ SOP બહાર પાડવામાં આવી હતી. જેનો વ્યવસ્થિત અમલ થાય અને બોટીંગ સુરક્ષા સાથે થાય તે માટે સીટી વોટરસાઈડ સેફ્ટી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. સીટી વોટરસાઈડ સેફ્ટી કમિટીની 31 ઓક્ટોમ્બરના રોજ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કાંકરિયામાં બોટિંગ માટે તમામ કામગીરીની વિગતવાર માહિતી કમિટીને જણાવતાં કમિટીએ સર્વાનુમતે સંતોષ વ્યક્ત કરી બોટીંગ ચાલુ કરવા માટે સંમતિ આપી હતી.

 આ અંગે એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરના કાંકરિયા લેકમાં ચાલતી બોટીંગ માટે જુદી-જુદી બોટિંગ સંચાલિત સંસ્થાઓ દ્વારા પરવાનગીઓ અને સર્ટીફીકેટ્સ, વીમા પોલીસી લેવામાં આવી છે. આ તમામ સર્ટીફીકેટ્સ અને પરવાનગીઓની ચકાસણી કરવામાં આવી હતી. NCC નેવી વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. તમામ નીતિનિયમોનું પાલન કરી ટેન્ડર એજન્સીને બોટીંગ તેમજ અન્ય વોટર સ્પોટર્સ ચાલુ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના કાંકરિયામાં બોટીંગ એક્ટિવીટી કરવા આવનાર મુલાકાતીની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર 360 ડિગ્રી વ્યુઝ ગ્લાસ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં CCTV કેમેરા અને તેનું નિરીક્ષણ કરવા માટે ફાયર વિભાગના સ્ટાફ હાજર રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન જ કાંકરિયામાં બોટિંગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવતા શહેરીજનો તહેવારોની રજામાં બોટિંગનો લાભ લઈ શકશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular