Homeગુજરાતીગુજરાતકચ્છમાં દેશલપર હાઈવે પર મીઠા ભરેલું ટ્રેલર ખોટકાતા 15 કીમી ટ્રાફિક...

કચ્છમાં દેશલપર હાઈવે પર મીઠા ભરેલું ટ્રેલર ખોટકાતા 15 કીમી ટ્રાફિક જામ

ભૂજ, 03 નવેમ્બર, 2026 : 15 km traffic jam after trailer loaded with salt breaks down on Deshalpar highway કચ્છમાં ઔદ્યોગિક વિકાસને કારણે તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટને લીધે રોડ પર વાહનોની અવર-જવર વધી રહી છે. જિલ્લાના નેશનલ અને સ્ટેટ હાઈવે પર સતત વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે. ત્યારે દેશલપર – હાજીપીર સ્ટેટ હાઈવે પર એક મીઠા ભરેલું જમ્બો ટ્રેલર રોડની વચ્ચોવચ્ચ ખોટકાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અને વાહનોની 15 કિમી લાંબી લાઈનો લાગી ગઈ હતી.

 કચ્છના દેશલપર-હાજીપીર સ્ટેટ હાઈવે પર સોમવારે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મીઠા ભરેલું એક ટ્રેલર રસ્તાની વચ્ચોવચ અચાનક ખોટકાઈ જતાં હાઈવે પર અવરજવર અટકી પડી હતી. ટ્રેલર રસ્તાની વચ્ચે જ ફસાઈ જવાથી માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. નાના વાહનચાલકો માટે પણ આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. ખાસ કરીને મોટરસાયકલ ચાલકોને રસ્તો ન મળતાં કેટલાક લોકોએ જોખમ ઉઠાવીને બંધ પડેલા ટ્રેલરની નીચેથી પોતાનાં બાઈક પસાર કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન અન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા અને ટ્રેલરની નીચેથી બાઈક પસાર કરાવવામાં સહયોગ આપતા જોવા મળ્યા હતા.

હાજીપીર તરફ જતાં નવા માર્ગ પર મીઠા ભરેલાં ભારે વાહનોની સતત અવરજવર હોવાથી અવાર-નવાર ટ્રાફિક જામના બનાવો બની રહ્યા છે. ટ્રકો અને ટ્રેલરોની અવરજવરને કારણે સામાન્ય વાહનચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ સર્જાતાં નોકરી-ધંધા માટે જતા લોકો, સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય મુસાફરોનો કિંમતી સમય બગડે છે અને ઇમરજન્સી સેવાઓને પણ અસર થવાની આશંકા રહે છે.

દેશલપર-હાજીપીર માર્ગ પર ભારે વાહનોની અવરજવર, ઓવરલોડિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે સવાલો ઊભા કર્યા છે. રસ્તા પર વાહનવ્યવહાર સુચારુ રહે, ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને સામાન્ય જનતાને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular