Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં વેપારીના પેમેન્ટ એપ્લિકેશનનું સર્વર હેક કરી લાખો રૂપિયાની ઠગાઈ

અમદાવાદમાં વેપારીના પેમેન્ટ એપ્લિકેશનનું સર્વર હેક કરી લાખો રૂપિયાની ઠગાઈ

અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : Merchant’s payment application server hacked સાયબર માફિયાઓ ઓનલાઈન રૂપિયા ખંખેરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદના એક વેપારીને સાયબર ક્રાઈમનો ભોગ બનતા રૂપિયા 43.57 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના નવા નરોડામાં એક વેપારીના સર્વરની C-પેનલ હેક કરીને સાયબર ઠગોએ ₹43.57 લાખ સેરવી લીધા હતા. 80થી વધુ ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી. વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હેકરો અને બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવા નરોડા વિસ્તારમાં સાયબર ઠગોએ વેપારીને નિશાન બનાવી તેના ખાતામાંથી કૂલ રૂ.43.57 લાખ સેરવી લીધા છે. ઓનલાઈન ટ્રાન્જેક્શન સર્વિસ પ્રોવાઈડ કરતી કંપની ધરાવતા વેપારીના સર્વરની સી-પેનલ (c-Panel) હેક કરી ગઠિયાઓએ API આઈડી અને પાસવર્ડ મેળવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા હેકરો અને બેન્ક ખાતેધારકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ, શહેરના નવા નરોડા વિસ્તારમાં 38 વર્ષીય વેપારી ‘નિલકંઠ કોમ્યુનિકેશન’ નામે ઓફિસ ચલાવે છે. આશરે 250 જેટલા રિટેલર્સ તેમની કંપનીની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશનના આઈડી-પાસવર્ડ એપ ડેવલપર પાસે હતા. મની ટ્રાન્સફર સેવા માટે સુરતની એક કંપની પાસેથી API સર્વિસ લેવામાં આવી હતી. દરમિયાન એક ક્લાયન્ટ દ્વારા વેપારીને ફોન કરીને જણાવાયું કે, એપ્લિકેશનમાં ટ્રાન્જેક્શન ફેલ થઈ રહ્યા છે. જેથી વેપારીએ લોગિન કરીને જોતા તેમાંથી નાણા કપાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. વેપારી દ્વારા ડેવલપરનો સંપર્ક કરતા તેમણે સર્વરની સી-પેનલ હેક થઈ હોવાનું અને તેમાંથી નાણા ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યું હતું. જે મામલે વેપારી દ્વારા 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. હેકરોએ વિવિધ બેન્ક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી કુલ રૂ.43.57 લાખ સેરવી લીધા હતા. માત્ર 3 કલાકમાં કુલ 80થી વધુ ટ્રાન્જેક્શન કરીને રકમની ઉપાડી લેવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular