Homeગુજરાતીગુજરાતધારીના નજીક સીમના કૂવામાં પડેલા દૂર્લભ હની બેઝરનું ઝેરી કોબ્રા વચ્ચેથી રેસ્ક્યુ...

ધારીના નજીક સીમના કૂવામાં પડેલા દૂર્લભ હની બેઝરનું ઝેરી કોબ્રા વચ્ચેથી રેસ્ક્યુ કરાયું

અમરેલી, 03 નવેમ્બર, 2026 : A rare honey badger that fell into a well was rescued from a poisonous cobra જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામની સીમના કૂવામાં દૂર્લભ એવું હની બેઝર (ઘોર ખોદીયો) પડી જતા તેને બચાવવા માટે ખેડૂતે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. કૂવો ખૂબ ઊંડો હતો. અને કૂવામાં ઝેરી કોબ્રા સાપ હોવાથી ઘોર ખોદીયાને સલામત બહાર કાઢવું મુશ્કેલભર્યું હતું. છતાંયે વન વિભાગના સ્ટાફે વન્યપ્રાણી ઘોરખોદીયાને સુરક્ષિત રીતે બહાર કાઢવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

વન વિભાગના અધિકારીના કહેવા મુજબ આ રેસ્ક્યૂ ઓપરેશન સામાન્ય નહોતું. કૂવામાં કોબ્રા સાપની હાજરી હોવાની સાથે હની બેઝર( ઘોરખોદીયા)નો સ્વભાવ અત્યંત આક્રમક હોવાથી વનવિભાગના કર્મચારીઓ માટે કામગીરી જોખમી બની હતી. હની બેઝરે કૂવામાં જ બખોલ બનાવી તેમાં સંતાઈ જતાં તેને બહાર કાઢવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી. એક તરફ કૂવામાં ઝેરી કોબ્રા સાપની હાજરી અને બીજી તરફ આક્રમક સ્વભાવ ધરાવતા હની બેઝરને કારણે રેસ્ક્યૂ ટીમે અત્યંત સાવચેતી અને કુશળતા સાથે કામગીરી કરવી પડી હતી.

ઘોર ખોદીયો યાને હની બેઝર વન્યજીવ જગતમાં પોતાની હિંમત, તાકાત અને આક્રમક સ્વભાવ માટે જાણીતું છે. સામાન્ય રીતે આ પ્રાણી ભયનો સામનો કરવામાં પણ પાછળ હટતું નથી. તેના શરીરની મજબૂત રચના અને બચાવ કરવાની ક્ષમતાને કારણે તેને પકડવું અને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવું પડકારજનક માનવામાં આવે છે.  વનવિભાગના સ્ટાફ અને ટ્રેકરની ટીમે સાહસ તથા તકેદારી સાથે રેસ્ક્યૂ ઓપરેશન આગળ ધપાવ્યું હતું. લાંબી જહેમત બાદ આખરે હની બેઝરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વન્યપ્રાણીને તેના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું.

આ અંગે ગીર પૂર્વ વનવિભાગના ડીસીએફ  વિકાસ યાદવે જણાવ્યું હતું કે, હની બેઝર શેડ્યૂલમાં સમાવિષ્ટ વન્યપ્રાણી છે. ગીગાસણ ગામની સીમમાં આવેલા કૂવામાં આ વન્યપ્રાણી પડી ગયાની જાણ થતાં વનવિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગની ટીમે સફળતાપૂર્વક આ પ્રાણીને બચાવી સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યું છે.  આમ, ધારીના ગીગાસણ ગામની સીમમાં વનવિભાગના કર્મચારીઓ અને ટ્રેકરની હિંમત તથા સમયસરની કામગીરીના કારણે દુર્લભ હની બેઝરનો જીવ બચાવી શકાયો હતો. વન્યજીવોના સંરક્ષણ માટે વનવિભાગની ટીમની આ કામગીરી સરાહનીય બની છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular