Homeગુજરાતીગુજરાતસુરતમાં દિવાળી ટાણે જ ખાનગી બસ ઓપરેટરોએ ત્રણ ગણા ભાડાં વધારી...

સુરતમાં દિવાળી ટાણે જ ખાનગી બસ ઓપરેટરોએ ત્રણ ગણા ભાડાં વધારી દીધા

સુરત, 28 ઓક્ટોબર, 2026 : Private bus operators triple fares just on Diwali દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરમાં હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં સૌરાષ્ટ્ર સહિત જુદા જૂદા વિસ્તારના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. અને દિવાળીના તહેવારોમાં શહેરમાં વસવાટ કરતા બહારના લોકો પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે દિવાળીના પ્રવાસી ટ્રાફિકના ધસારાને ધ્યાનમાં રાખીને ખાનગી બસ ઓપરેટરોએ બસ ભાડાંમાં ત્રણગણો વધારો કર્યો છે. આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરી કડક પગલાં ભરવાની માગ કરી છે. બીજીબાજુ એસટી નિગમે એકસ્ટ્રા બસો ખાસ ભાડામાં દોડાવવાનો નિર્ણય લીધો છે. અને એસટી દ્વારા એડવાન્સ બુકીંગનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, સુરતમાં વર્ષોથી લાખો રત્નકલાકારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળીના તહેવાર ટાણે તેઓ માદરે વતન પરિવાર સાથે જતા હોય છે, ત્યારે ખાનગી ટ્રાવેલર્સના સંચાલકો દ્વારા તેમની પાસેથી મનસ્વી રીતે બેથી ત્રણ ગણા એટલે કે ₹3000 સુધીનું તોતિંગ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. આ ગંભીર બાબતને લઈને રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે.

ડાયમંડ વર્કર યુનિયનના આગેવાને વધુમાં જણાવ્યું કે, ખાનગી બસોમાં ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. નિયમ મુજબ એક સોફામાં માત્ર એક જ મુસાફરને બેસાડવાનો હોય છે, તેની સામે ડબલ સોફામાં પાંચ-પાંચ અને સિંગલ સોફામાં ત્રણ-ત્રણ મુસાફરોને ઘેટાં-બકરાંની જેમ બેસાડવામાં આવે છે. આ પ્રકારના ગેરકાયદે કૃત્યો સામે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કડક તપાસ કરે તે અત્યંત જરૂરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular