Homeગુજરાતીગુજરાતરાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં ફ્લોર પર પાણી ફરી વળ્યા

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં ફ્લોર પર પાણી ફરી વળ્યા

રાજકોટ, 28 ઓક્ટોબર, 2026 :  Water flooded the floor of the cargo sector of Rajkot International Airport. શહેરના અમદાવાદ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ઈન્ટરનેશનલ છે પણ હજુ સુધી વિદેશી વિમાની સેવાનો લાભ મળ્યો નથી. માત્ર ડોમેસ્ટિક સેવા જ ઉપલબ્ધ છે. નવા જ એરપોર્ટના કાર્ગે સેક્ટરમાં પાણી લિકેજ થતાં ફ્લોર પર નદીની જેમ પાણી ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી આ સ્થિતિ છે. ફ્લોર પરનું પાણી ઈલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી જતાં શોર્ટ સર્કિટની ભીતિ ઊભી થઈ. જેને કારણે ઈન્ડિગો એર લાઈન્સનો ₹ 2 લાખનો ચાર ટન સામાન લોડ થઈ શક્યો નથી.

રાજકોટ શહેરની ભાગોળે આવેલું અને રૂપિયા.2,654 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલું ઈન્ટરનેશનલ એરપોર્ટ અગાઉ અનેક ખામીઓના લીધે વિવાદમાં રહ્યું છે. ત્યારે હવે એરપોર્ટ પરના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી થતા લીકેજને કારણે ફ્લોર પર પાણી ભરાઈ રહ્યું છે. જેના કારણે કર્મચારીઓ માટે જોખમ ઊભું થયું. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ દુર્ઘટનાને કારણે કર્મચારીઓની સુરક્ષા ન જોખમાય તે માટે કામગીરી અટકાવી દેવામાં આવી છે. જેને પરિણામે અંદાજે 2 લાખની કિંમતનો ચાર ટન માલ લોડ થઈ શક્યો નથી.

આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને સુરક્ષિત વાતાવરણમાં કામગીરી ફરી શરૂ થઈ શકે તે માટે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જો કે બે દિવસથી લીકેજની સમસ્યા યથાવત્ રહેતાં કર્મચારીઓની સુરક્ષા અને કાર્ગો કામગીરીને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.  કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજ જેવી સમસ્યા સામે આવતાં પાયાની સુવિધાઓની જાળવણી અને કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular