Homeગુજરાતીગુજરાતગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 5મી નવેમ્બરથી 21 દિવસનું દીવાળી વેકેશન

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 5મી નવેમ્બરથી 21 દિવસનું દીવાળી વેકેશન

અમદાવાદ, 28 ઓક્ટોબર, 2026 : 21-day Diwali vacation from November 5th in primary schools રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની સાથે જ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ સહિત તમામ પ્રાથમિક શાળાઓમાં પણ 21 દિવસના દિવાળી વેકેશનનો તા. 5મી નવેમ્બરથી પ્રારંભ થશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 26 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-26માં દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી કુલ 21 દિવસનું રહેશે. ત્યારબાદ તમામ પ્રાથમિક સ્કૂલોમાં 26 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલી તારીખોને ધ્યાનમાં રાખીને દિવાળી વેકેશન નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક સ્કૂલોમાં આ સમયગાળા દરમિયાન વેકેશન રાખવાનું રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ સંકલન કરીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે, જેથી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોના વેકેશનની તારીખોમાં એકરૂપતા જળવાઈ રહે. આ ઉપરાંત, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પી.ટી.સી. કોલેજો તેમજ તેમના તાબા હેઠળની સ્કૂલોને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, NCTEના ધારાધોરણો મુજબ પ્રથમ વર્ષ માટે નિર્ધારિત કાર્યદિવસો પૂર્ણ કરવાના હોવાથી તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બર, 2026થી ફરી શરૂ થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular