Homeગુજરાતીગુજરાતભાજપ દ્વારા લોકતંત્ર બચાવો પદયાત્રા, કેન્દ્રિય મંત્રી નડ્ડા, સીએમ સહિત આગેવાનો જોડાયા

ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો પદયાત્રા, કેન્દ્રિય મંત્રી નડ્ડા, સીએમ સહિત આગેવાનો જોડાયા

અમદાવાદ, 28 ઓક્ટોબર, 2026 : BJP holds Loktantra Bachao Padyatra કોંગ્રેસ દ્વારા સર’ના મુદ્દે ફેલાવાતી ભ્રામક માહિતી સામે લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપ દ્વારા મંગળવારે અમદાવાદ અને રાજકોટમાં પદયાત્રા યોજવામાં આવી હતી. અમદાવાદમાં યોજાયેલી પદયાત્રામાં કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. જ્યારે રાજકોટમાં ભાજપ દ્વારા યોજાયેલી પદયાત્રામાં યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ જાહર રહ્યાં હતાં.

કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત મંગળવારે અમદાવાદ અને રાજકોટમાં ભાજપે પદયાત્રા યોજી હતી.

અમદાવાદમાં નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધીની 1.5 કિલોમીટર લાંબી પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓ જોડાયા હતા.

દયાત્રામાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કોંગ્રેસ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકશાહી વ્યવસ્થા અને સંવિધાનિક સંસ્થાઓ સામે ભ્રામક પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. તેમજ ભારતના ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ અને અન્ય સંવિધાનિક સંસ્થાઓએ પોતાની ગરિમા અને નિષ્પક્ષતા જાળવીને વિશ્વ સમક્ષ ભારતીય લોકશાહીની મજબૂતી સાબિત કરી છે.

રાજકોટમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થયેલી પદયાત્રા ત્રિકોણબાગે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ જાહર રહ્યાં હતાં. ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કર્યું હતું. સ્થિતિને નિયંત્રણમાં લેવા શહેર કોંગ્રેસ કાર્યાલયને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ ‘ભાજપ હટાવો, દેશ બચાવો’ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે બેરિકેડિંગ કરીને નેતાઓને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ દર્શાવવા અને ગુલાબ આપવા માટે કેટલાક કાર્યકરો પોલીસ વાન પર પણ ચડી ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

 પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, લોકતંત્ર, ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દેશની જનતા ક્યારેય કોંગ્રેસ સાથે રહી નથી. 56 કરતા પણ વધારે વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી ચૂકી છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ ચૂંટણી હારી ચૂકી છે. હાર પામેલી કોંગ્રેસ પાસે હવે શક્તિ નથી અને તે વારંવાર દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરી રહી છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular