Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 800 સરકારી કચેરીઓ સોલાર રૂફટોપથી સજ્જ કરાશેઃ કૃષિ મંત્રી જીતુ વાઘાણી

ગુજરાતમાં 800 સરકારી કચેરીઓ સોલાર રૂફટોપથી સજ્જ કરાશેઃ કૃષિ મંત્રી જીતુ વાઘાણી

ગાંધીનગર, 24 ઓક્ટોબર, 2026 : 800 government offices to be equipped with solar rooftops કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સ્વચ્છ ઊર્જા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા કૃષિ રાજ્ય મંત્રી  રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્માર્ટ અને ગ્રીન ઊર્જા અભિયાન અંતર્ગત વિભાગ હેઠળની કુલ ૮૦૦ કચેરીઓ પર સોલાર રૂફટોપ પેનલ ઈન્સ્ટોલેશન માટે “લેટર ઓફ ઈન્ટેન્ટ” (LOI) એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો.

કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, કૃષિ વિભાગની આ પહેલ થકી પર્યાવરણ સુરક્ષા, જાહેર નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ અને ઊર્જા સુરક્ષા જેવા ત્રિવિધ હેતુઓ સિદ્ધ થશે. આ સિસ્ટમથી દૈનિક અંદાજે ૮,૭૫૦ યુનિટ અને વર્ષ દરમિયાન અંદાજે ૩૧.૯૪ લાખ યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. જેના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક આશરે રૂ. ૨.૫ કરોડના વીજ બિલની બચત થશે.

મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં પોતાના તમામ એકમોને ૧૦૦% સોલાર પેનલથી સજ્જ કરનારો આ પ્રથમ વિભાગ બનશે, જે બાદ ક્રમશઃ અન્ય વિભાગોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરાશે અને ધીરે-ધીરે રાજ્ય સરકાર હેઠળની તમામ કચેરીઓને સોલાર રૂફટોપથી સજ્જ કરવામાં આવશે.

આગામી આયોજન અંગે વિગતો આપતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડના ગોડાઉન, ડોમ અને સ્ટોરેજ વ્યવસ્થાઓ પણ ક્રમબદ્ધ રીતે સોલારથી સજ્જ થાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ડોમ પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પાદન કરવામાં આવે, તો યાર્ડ પર વીજળીનું આર્થિક ભારણ ઘટશે.

મંત્રીએ આહ્વાન કર્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ ઊર્જા સંરક્ષણમાં સહભાગી થવું પડશે. તેમણે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ તથા વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકાર મિત્રોને પોતાના ઘરે સોલાર પેનલ લગાવવા ઉપરાંત ઓછામાં ઓછા પાંચ અન્ય લોકોને સોલાર રૂફટોપ અપનાવવા પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular