Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં 15મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર - ઉદ્યમ 2026’નો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરમાં 15મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ઉદ્યમ 2026’નો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર, 24 ઓક્ટોબર, 2026 : CM inaugurates 15th ‘India Industrial Fair – Udyam 2026,  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લઘુ ઉદ્યોગ ભારતીના ઉપક્રમે યોજાયેલા  ચાર દિવસીય ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ-2026નો ગાંધીનગરના હેલિપેડ ઈવેન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

આ ભવ્ય ઔદ્યોગિક મેળા દ્વારા એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદકો અને ટેક્નોલોજી ક્ષેત્રના નવીનતા લાવનારાઓ સાથે એક જ પ્લેટફોર્મ પરથી પરસ્પર સહયોગ સાધી વ્યાપારી જોડાણો વિકસાવાશે.

આ ફેર ગુજરાત રિજયનના સૌથી મોટા એક્સપો તરીકે એન્જીન્યરીંગથી લઈને હેન્ડીક્રાફ્ટ સુધીના દરેક સેક્ટરની MSME ઈકોસિસ્ટમને એક જ છત્ર નીચે આવરી લેતો વિશાળ એક્સપો છે.

આ મેળામાં દેશભરમાંથી આવેલા ૫૦૦ થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ ૧૨ થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી, પ્રોડક્ટ્સ અને ઉદ્યોગ સાહસોનું પ્રદર્શન આ ફેરમાં કરવામાં આવ્યું છે. બિઝનેસ નેટવર્કીંગ, રોકાણ ચર્ચાઓ, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શક સત્રો અને અદ્યતન ઔદ્યોગિક રજૂઆતો તેમજ B2B, B2G મિટીંગ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતીનો આ એક્સપો MSME, ઈનોવેશન્સ, એન્ટરપ્રિનીયોરશીપ અને ઈકોનોમિક ગ્રોથ માટેનું સક્ષમ મંચ બનવા સાથે આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડીયાના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને બળ આપશે.

મુખ્યમંત્રીએ આ 15માં ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ-2026નું ઉદઘાટન કરીને વિવિધ સ્ટોલ્સની મૂલાકાત પણ લીધી હતી. આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી  પ્રકાશચંદ્રજી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગુજરાત પ્રાંત પ્રભારી ઘનશ્યામ ઓઝા, ગુજરાત પ્રાંતના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ મહામંત્રી  હંસરાજભાઈ ગજેરા, RSS ગુજરાત પ્રાંતના પ્રાંત સહ-સંચાલક ડૉ. ભરત પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક  મુકેશ મલકાણ સહિતના અગ્રણી મહાનુભાવો તથા  રજના કક્કર અને  સુનીલ ભાટી સહિત ઉદ્યોગ જગતના પ્રમુખ અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img