સુરત, 24 ઓક્ટોબર, 2026 : DGVCL lifts 8-hour power cut, brings relief to industries ગુજરાતમાં એકાએક વીજ સંકટ સર્જાતા ગુજરાત સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓએ પોતપાતાની રીતે વીજ કાપ મુકવાની જાહેરાત કરી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડએ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ મુકતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા હતા. પણ વીજ સમસ્યાની સ્થિતિ હળવી થતાં ડીજીવીસીએલ દ્વારા વીજ કાપ રદ કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો આજથી સતત ચાલુ રહેશે. હાયર ઓથોરિટીની સૂચના મુજબ કોઈ પણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઉદ્યોગો છે. ત્યારે ડીજીવીસીએલ દ્વારા મુકાયેલા 8 કલાકના વીજ કાપથી ઉદ્યોગોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પ્રોસેસિંગ મિલોમાં કામ ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડતો હતો, જેના કારણે 400થી 450 મિલોને 4 અઠવાડિયામાં અંદાજિત 40થી 50 કરોડ રૂપિયાનો માત્ર જનરેટર પાછળ વધારાનો આર્થિક બોજ પડી રહ્યો હતો. આ ગણતરી મુજબ દરેક મિલને સરેરાશ 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતુ. બીજી તરફ વીવિંગ સેક્ટરમાં પણ સાપ્તાહિક રજાના કારણે એક જ દિવસમાં 15થી 20 કરોડ રૂપિયાનું માતબર નુકસાન થઈ હતું. કાચા માલના ભાવમાં થયેલા વધારા વચ્ચે આ પાવર કટ પડ્યા પર પાટું સમાન હતો.
વીજળીની સમસ્યા હળવી થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીજ કાપ પાછો ખેંચી લીધો છે. ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો આજથી સતત ચાલુ રહેશે. હાયર ઓથોરિટીની સૂચના મુજબ કોઈ પણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરવામાં આવ્યો છે. વીજ કંપનીએ વીજ કાપ રદ કરતા ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે.


