અમદાવાદ, 24 ઓક્ટોબર, 2026 : CNG price increased by Rs. 4.45 રાજ્યમાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. દિવાળીના તહેવારો પહેલા જ સીએનજી વાહનચાલકોને મોંઘવારીની ભેટ મળી છે. સીએનજીના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો કરાતા હવે પ્રતિકિલો સીએનજીના ભાવ રૂપિયા 98.47એ પહોંચ્યા છે. સીએનજીના ભાવમાં તોતિંગ વધારો થતાં રિક્ષા અને સ્કૂલ વર્ધીના વાહનચાલકોને પણ ભાવ વધારો કરવો પડશે.
ગુજરાતમાં સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ રૂપિયા 4.45નો તોતિંગ કરાતા સીએનજીના ભાવ પ્રતિકિલોના 98.47એ પહોંચ્યા છે. સીએનજીના ભાવ વધારાથી મોંઘવારીમાં પણ વધારો થશે. ગત ઓગસ્ટ 2026માં પણ એક સાથે ચાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો સીએનજીનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર 4.45 રુપિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકે કહ્યું કે, એક જ દિવસમાં આટલો ભાવ વધારો કરવો એ ખૂબ મોટી વાત છે.
સીએનજીના ભાવમાં થયેલા વધારાની સીધી અસર ઓટો રિક્ષા અને કેબચાલકોની રોજિંદી આવક પર પડશે.. એક તરફ સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે, તો બીજી તરફ મુસાફરો પાસેથી પૂરતું ભાડું મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. દિવાળીના તહેવાર પહેલાં થયેલા આ ભાવવધારાને કારણે રિક્ષા અને કેબ ડ્રાઇવરોમાં નારાજગી જોવા મળી રહી છે.


