Homeગુજરાતીદેશ-વિદેશફ્રાંસની રાજધાની પેરિસ જલ્દી મુસ્લિમ શહેર બની જશેઃ ટ્રમ્પનો દાવો

ફ્રાંસની રાજધાની પેરિસ જલ્દી મુસ્લિમ શહેર બની જશેઃ ટ્રમ્પનો દાવો

ન્યૂયોર્ક, 20 ઓક્ટોબર 2026: ફ્રાંસમાં હિંસા ફાટી નીકળી છે અને મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ફ્રાંસની રાજધાની પેરિસ આગામી દિવસોમાં મુસ્લિમ શહેર બની જશે. ટ્રમ્પે આ પરિસ્થિતિ માટે ફ્રાંસની ઈમિગ્રેશન પોલીસીને જવાબદાર ઠરાવી છે. તેમણે કહ્યું કે, બીજા દેશમાં આવતા લોકોની વધતી સંખ્યાંએ શહેરની ઓળખ બદલી નાખી છે. ફ્રાંસમાં ગયા મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. રિપોર્ટ મુજબ, ફ્રાંસમાં આઠ લાખથી વધારે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. સ્કૂલમાં ખામીઓને લઈને શરુ થયેલુ પ્રદર્શન ધીમે-ધીમે હિંસક બન્યું હતું. જેને લઈને ટ્રમ્પએ જણાવ્યું હતું કે, પેરિસ જલ્દી મુસ્લિમ શહેર બની જશે.

ફ્રાંસમાં ઈસાઈ ધર્મ પછી ઇસ્લામ બીજો સૌથી મોટો ધર્મ બની ગયો છે. આઈએનએસઈઈ અને ફ્રાંસના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેમોગ્રાફિક્સ સ્ટડીઝના 2019-20ના સર્વે મુજબ 18થી 59 વર્ષની ઉંમરના લગભગ 10 ટકા લોકો મુસ્લિમ છે. ફ્રાંસમાં મુસ્લિમ સમુદાયના વધારે સુન્ની છે. ઉત્તર આફ્રિકા, મધ્યરપૂર્વ અને સબ સહારા આફ્રીકા જેવમાં વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ છે. 2024ના એક રિપોર્ટ અનુસાર સર્વેમાં સામેલ 76 ટકા મુસ્લિમોએ પોતાના ધર્મને પોતાના જીવથી વધારે મહત્વનો માન્યો હતો. જ્યારે 24 ટકા લોકો વધારે મહત્વનો માની રહ્યાં છે. જ્યારે ફ્રાંસના વિદેશી વિસ્તાર માયોટમાં લગભગ 97 ટકા વસ્તી મુસ્લિમ છે. ફ્રાંસમાં મુસ્લિમોની વસ્તીમાં પ્રવાસીઓનું યોગદાન માનવામાં આવે છે. રિપોર્ટ મુજબલ 2024માં ફ્રાંસમાં 76.16 લાખ ઈમિગ્રેટ્સ રહે છે. જે દેશની કુલ વસ્તીના 11.2 ટકા છે. જોકે, આ લોકોને તેમના ધર્મના આધારે અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં નથી.

  • યુરોપમાં 2025માં મુસ્લિમોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે

યુરોપમાં 2050માં મુસ્લિમોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. આ મુદ્દે પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા વર્ષ 2017માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઈમિગ્રેશન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવ્યું હતું. જે અનુસાર 2025માં ફ્રાંસની કુલ વસ્તુમાં મુસ્લિમોની સંખ્યા વધીને 18 ટકા સુધી પહોંચશે. આવી જ રીતે સ્વીડનમાં મુસ્લિમ વસ્તિની ભાગીદારી 31.6 ટકા પહોંચવાની શકયતા છે. ઓસ્ટ્રિયામાં 19.8 ટકા, જર્મનીમાં 19.4 ટકા, બેલ્જિયમમાં 18.2 ટકા અને ફ્રાંસમાં 18 ટકા મુસ્લિમ વસ્તુ હશે. જ્યારે બ્રિટેનમાં 17.2 ટકા, નોર્વેમાં 17 ટકા, ડેનમાર્કમાં 16 ટકા, નેધરલેન્ડમાં 15.2 ટકા અને ફિનલેટમાં આ આંકડો 15 ટકા રહેવાની શકયતા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular