નાગપુર, 20 ઑક્ટોબર, 2026 – Dreams of ‘regime change’ will not be realized in India રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ‘રેજીમ ચેન્જ’ (સત્તા પરિવર્તન) થી ક્યારેય દેશનું ભલું થઈ શકે નહીં. તેમણે કહ્યું કે ભારતમાં ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અહીં રેજીમ ચેન્જ શક્ય નથી. મોહન ભાગવતે આજે મંગળવારે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં આરએસએસ (RSS) ના એક કાર્યક્રમમાં યુવાનોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોહન ભાગવતે જણાવ્યું કે, ‘ફ્રાન્સ અને અલ્બેનિયામાં શું થઈ રહ્યું છે, બાંગ્લાદેશ અને નેપાળમાં શું થયું, આ બધું જ એમનાં કર્મોનું ફળ છે. તેઓ કહે છે કે રેજીમ ચેન્જ કરવાથી પરિસ્થિતિ બદલાશે, પરંતુ એવું થયું નથી. પોતાના સ્વાર્થનું પોષણ કરનારા તેમના પિટ્ઠુ બધી જગ્યાએ પ્રભાવશાળી રહ્યા છે. આ જ કારણે સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે. હવે તેઓ ભારતમાં એવી હિંસા કરાવવાનું લક્ષ્ય રાખે છે.’

ભારતને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છેઃ મોહન ભાગવત
આરએસએસના સરસંઘચાલકે ઉમેર્યું કે, ‘ભારતમાં પણ આવા પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ વિતેલા દાયકાઓમાં ભારત જે પ્રકારની દ્રઢ નીતિ પર ચાલ્યું અને તેટલા જ મજબૂત નેતૃત્વએ જે રીતે દેશને ચલાવ્યો, તેના કારણે વિરોધીઓની આ રમતો બંધ થઈ ગઈ. તેઓ ભારત, હિન્દુ અને સંઘને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણો દેશ અત્યારે વિકાસ કરી રહ્યો છે, સંપૂર્ણ વિકાસ હજુ થયો નથી. આ જ કારણે સમસ્યાઓ રહેશે.’ ભાગવતે એ પણ કહ્યું કે યુવાનો પોતાના દેશ માટે ઘણું બધું કરવા માંગે છે, આ જ કારણે અહીં અન્ય દેશો જેવી સ્થિતિ સર્જાઈ શકે નહીં.
श्री विजयादशमी उत्सव 2026 में पूजनीय सरसंघचालक जी का उद्बोधन।
https://t.co/fo1I3I5zbW— RSS (@RSSorg) October 20, 2026
તેમણે નેપાળનું ઉદાહરણ આપતા કહ્યું કે નેપાળે જે ભયાનક તારાજી ભોગવવી પડી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો, તેના મૂળમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર હિમાલય ક્ષેત્રના દેશોમાં ચાલેલા એકતરફી વિકાસનું પરિણામ છે. આવી સ્થિતિમાં વિકાસની સર્વગ્રાહી અને સંતુલિત દ્રષ્ટિનું નિર્માણ થવું અત્યંત આવશ્યક છે.


