Homeગુજરાતીગુજરાતગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ વચ્ચે કલ્ચર, સ્પોર્ટ્સ, એનર્જી અને લાઈફ સાયન્સીસ ક્ષેત્રે...

ગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ વચ્ચે કલ્ચર, સ્પોર્ટ્સ, એનર્જી અને લાઈફ સાયન્સીસ ક્ષેત્રે MOU

ગાંધીનગર, 24 ઓક્ટોબર, 2026 : MOU between Gujarat and Scotland in the fields of culture, sports, energy મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ ગવર્નમેન્ટના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ ગવર્નમેન્ટ વચ્ચે એક મહત્વપૂર્ણ MoU સંપન્ન થયા હતા.

આ MoU અન્વયે ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે પરસ્પર મિત્રતા અને સમજણનો સેતુ સુદ્રઢ બનાવવા સાથો-સાથ પીપલ કનેક્ટ, ઈકોનોમિક રિલેશન્સ ડેવલપમેન્ટ તેમજ સસ્ટેનેબલ એન્ડ ઈન્ક્લુઝિવ ઈકોનોમિક ડેવલપમેન્ટ ઉપરાંત ઈનોવેશન અને સમૃદ્ધિ માટેના સહયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે.

એટલું જ નહિ, નોલેજ એન્ડ એક્સપિરીયન્સ શેરિંગ તેમજ મ્યુચ્યુઅલ ઈન્ટરેસ્ટના ક્ષેત્રોમાં પણ વ્યવહારૂ સહયોગની તકો વિકસાવાશે.

મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં સ્કોટલેન્ડ ગવર્નમેન્ટના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની અને ડેલિગેશનની યોજાયેલી શુભેચ્છા મૂલાકાત દરમિયાન આ MoU થયા હતા. મુખ્યમંત્રી અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરએ MoUની પરસ્પર આપ-લે કરી હતી.

ગુજરાત 2030ની કોમનવેલ્થ ગેઈમ્સની યજમાની કરવાનું છે ત્યારે 2026ની કોમનવેલ્થ ગેઈમ્સ ગ્લાસગોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાના સ્કોટલેન્ડના અનુભવો, વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ફિટનેસ કલ્ચરને પ્રોત્સાહન જેવા વિષયોમાં ગુજરાતને સ્કોટલેન્ડનું માર્ગદર્શન અને સહયોગ મેળવવામાં આ MoU ઉદ્દીપક બનશે.

ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે વ્યવસાયો અને સંપર્ક સહયોગ વધારવા, વેપાર તથા રોકાણની તકોને પ્રોત્સાહિત કરવા અને ઈનોવેશન, ઉદ્યોગસાહસિકતા તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે નોલેજ એન્ડ એક્સપિરિયન્સ શેરીંગ તેમજ બાયલેટરલ વિશિષ્ટ ક્ષમતાઓના આધારે પરસ્પર લાભદાયી ભાગીદારીનાં ક્ષેત્રો ઓળખવા માટેની બાબતો MoUમાં આવરી લેવાઈ છે.

ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચેના સમાન હિતો ધરાવતા સેક્ટર્સમાં પરસ્પર સહયોગથી આગળ વધવામાં પણ આ MoU ઉપયુક્ત બનશે.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીએ કલ્ચર, સ્પોર્ટ્સ, રિન્યુએબલ એનર્જી તથા લાઈફ સાયન્સીસના ક્ષેત્રોમાં ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચે આ સમજૂતિ કરારથી નવી વિકાસ તકો ખૂલશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ખાસ કરીને ઓફ શોર એનર્જીમાં સ્કોટલેન્ડની જે એક્સપર્ટીઝ છે તેનો લાભ ગુજરાતને આપવાની ઉત્સુક્તા દર્શાવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રતિભાવ આપતાં કહ્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે. એટલું જ નહિ, સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં ઓફશોર એનર્જીની પણ વિપૂલ સંભાવનાઓ અને ક્ષમતાઓ રહેલી છે.

સ્કોટલેન્ડ ઓફ શોર એનર્જીમાં ગ્લોબલ લીડર છે ત્યારે એ તજજ્ઞતામાંથી માર્ગદર્શન મેળવવા અને અભ્યાસ માટે ગુજરાતનું એક ડેલિગેશન સ્કોટલેન્ડ મૂલાકાતે જાય તેવો સુઝાવ પણ મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન વ્યક્ત કર્યો હતો.

મુખ્ય સચિવ  એમ.કે.દાસે સ્કોટલેન્ડના ડેલિગેશનને ગુજરાતમાં આવકારવા સાથે પરસ્પરના સંબંધોમાં સ્પોર્ટ્સ, રિન્યુએબલ એનર્જી, ઈકોનોમિક પાર્ટનરશીપ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન  વગેરેમાં મિત્રતાના સહયોગની અપાર સંભાવનાઓની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, શહેરી વિકાસ અને શિક્ષણના અગ્ર સચિવો,  મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે અને વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular