Homeગુજરાતીગુજરાતસોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નકલી TTE બનીને રોફ જમાવતો યુવાન પકડાયો

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નકલી TTE બનીને રોફ જમાવતો યુવાન પકડાયો

સુરત, 24 ઓક્ટોબર, 2026 : Fake TTE caught  સોશિયલ મિડિયામાં ફેમસ થવા માટે કેટલાય યુવાનો અવનવી હરકતો કરીને મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતા સમીઉલ્લાહ શેખ નામના યુવાને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે  ટીટીઈના સ્વાંગમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-2 પર તેમજ ટ્રેનના કોચમાં પ્રવાસીઓ પાસેથી ટિકિટ ચેક કરીને રોફ જમાવવાનું ભારે પડ્યું છે. સમીર ઉલ્લાહ શેખએ પ્રવાસીઓ પાસે જઈ ટીટીઈના સ્વાંગમાં ટિકિટ ચેક કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. આથી પોલીસે તપાસ કરીને સમીર ઉલ્લાહને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી હતી કે,  સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 02 પર રેલવેના ટીટીઈ  (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) જેવા કપડાં પહેરી એક યુવક પ્રવાસીઓની ટિકિટ તપાસતો હતો. તેમજ પ્રવાસીઓ સામે રોફ જમાવતો હતો. જે વીડિયો સામે આવતા સુરત રેલવે પોલીસ (GRP) અને RPF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સમીર ઉલ્લાહ નામના યુવકને દબોચી લીધો હતો.

રેલવે પોલીસના કહેવા મુજબ ગત 22 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયામાં  સુરત રેલવે સ્ટેશન વિસ્તારનો એક શંકાસ્પદ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવક સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટીટીઈ  જેવા કપડા પહેરી મુસાફરો પાસે ટિકિટ માંગતો જોવા મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે chillboy_92 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ આઈડી પરથી વીડિયો અપલોડ કરાયો હતો. આ મામલે સુરત રેલવે પોલીસની ટીમે ટેકનિકલ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે સુરતના લિંબાયત-ઉધના વિસ્તારમાંથી વીડિયો બનાવનાર શખ્સને દબોચી લીધો હતો. આરોપી સમીઉલ્લાહ શેખ કે જે સુરતના મહાપ્રભુ નગરનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ રેલવે અધિનિયમની કલમ 145(2)(a) અને 147 RA હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular