Homeગુજરાતીદેશ-વિદેશરશિયા સાથે શાંતિ કરારમાં વિલંબ યુક્રેનની મુશ્કેલીઓ વધારશે, ટ્રમ્પની ઝેલેન્સ્કીને ટકોર

રશિયા સાથે શાંતિ કરારમાં વિલંબ યુક્રેનની મુશ્કેલીઓ વધારશે, ટ્રમ્પની ઝેલેન્સ્કીને ટકોર

ન્યૂયોર્ક, 21 ઓક્ટોબર 2026: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ ભારત સહિતના દેશો બંને દેશ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય તેવી આશા રાખી રહ્યાં છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેન્લેસ્કીને ચેતવણી આપી છે કે, રશિયા સાથે શાંતિ કરારમાં વિલંબ યુક્રેનની મુશ્કેલીઓ વધારશે. તેમણે તર્ક આપ્યો હતો કે, રશિયા સતત વિવિધ વિસ્તારમાં કબ્જો કરી રહ્યું છે અને થઈ શકે છે કે, યુક્રેન હવે તે શરત પ્રાપ્ત નહીં કરી શકે તે યુદ્ધ શરુ થયુ ત્યારે પ્રાપ્ત થઈ હતી.

ઓવલ ઓફિસમાં ઉપરાષ્ટ્રપતિ જેવી વેન્સની સાથે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયાને મળી રહેલી સૈન્ય મદદ અને યુક્રેનમાં થઈ રહેલા સતત નુકસાનને કારણે વાતચીત મુદ્દે સહમતિ દર્શાવવી જરુરી છે. તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અમેરિકી કેદી સ્ટીફન હબર્ડની મુક્તિ માટે વ્યક્તિગત રીતે વાત થઈ છે. આગામી દિવસોમાં તેને મુક્ત કરવા અંગે પુતિને સંકેત પણ આપ્યાં છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, યુદ્ધ ખતમ કરવાની ઈચ્છા યુક્રેને વ્યક્ત કરવી જોઈએ. આ યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેને તૈયાર રહેવુ જોઈએ. જો આવુ નહીં કરવામાં આવે તો પરિણામ ખરાબ આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયા એક મોટા મશીનની જેમ છે તે સતત આગળ વધી રહ્યું છે. રશિયાની સેના યુક્રેનના વિસ્તારોમાં કબ્જો કરી રહી છે. મોટા વિસ્તાર ઉપર રશિયાએ કબ્જો કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ જમાવ્યું હતું કે, ઝેલેન્સ્કી પાસે વોશિંગ્ટનમાં છેલ્લી વાતચીત દરમિયાન એક યોગ્ય કરાર કરવાનો મોકો હતો. યુક્રેની નેતા પાસેથી યોગ્ય શરત પ્રાપ્ત કરવાનો મોકો ગુમાવી ચુક્યાં છે. રાષ્ટ્રપતિએ યુક્રેનને આપવામાં આવતી અમેરિકી નાણા અને સૈન્ય મદદને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. વોશિગ્ટને કીવને મદદ કરવા માટે કરોડો-અરબો ડેલર ખર્ચ કર્યાં છે.

  • યુરોપીય સરકાર યુક્રેનની મદદ કરીને થાકી ગઈ

ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુરોપીય સરકરો પણ હવે યુક્રેનની મદદ કરવાથી આર્થિક બોજથી થાકી ગઈ છે.ગયા મહિને રશિયા અને યુક્રેનના મળીને કુલ 32 હજાર લોકોના જીવ ગયા છે. જેમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો હતા. ટ્રમ્પે ફરી એકવાર અનેક યુદ્ધ અટકાવ્યાનો દાવો કરતા જણાવ્યું હતું કે, મે આઠ યુદ્ધ અટકાવ્યાં છે. મને લાગ્યું કે આ ખુબ સરળ હશે. પરંતુ કોઈ સહમતી ઉપર પહોંચવામાં મુશ્કેલીઓનું એક કારણ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચેની વ્યક્તિગત દુશ્મની છે. બંને એકબીજાને નફરત કરે છે. મને લાગે છે કે, આ જ મુખ્ય કારણ છે કે બંને વચ્ચે કોઈ સહમતિ થતી નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular