ગાંધીનગર, 17 ઓક્ટોબર, 2026 : Massive fire breaks out at Singhal Industries in Santej જિલ્લાના કારોલી નજીક આવેલી સાંતેજના ઓદ્યોગિક વિસ્તારમાં સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ ફેકટરીમાં આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ છે. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનો ફાઈટરો સાથે દોડી ગયા હતા, ફેકટરીમાં ફોમ-સીટો સહિત જ્વલનશીલ માલસામાનના હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. અને આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરાયો હતો. હાલ કલોલ, માણસા, દહેગામ ગાંધીનગર , વડસર એરફોર્સ , અમદાવાદ સહિત પંદરથી વધુ ફાયરની ગાડીઓ ધ્વારા આગ પર કાબુ મેળવવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર નજીક આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં ‘સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી ત્યારે ફેકટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. અને આગના ઘૂમાડા જોતા જ જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. ફેકટરીમાં ફોમ સીટો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અને આજુબાજુના ગામડાના લોકો પણ દોડી આવ્યા હતા. આ ઘટના અંગે સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. ચૌધરીએ જણાવ્યું કે, ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલાને તાત્કાલિક સ્થળ પર મોકલી આપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ટુકડી અને ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચીને કંટ્રોલ મેળવવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયા છે.
આ અંગે ફાયર બ્રીગેડના સૂત્રોએ કહ્યું કે, ફેકટરીની આગ હજી કાબુ આવી શકી નથી. અત્યાર સુધીમાં કલોલ, માણસા, દહેગામ ગાંધીનગર , વડસર એરફોર્સ , અમદાવાદ સહિત પંદરથી વધુ ફાયર નો ગાડીઓ ધ્વારા આગ પર કાબુ મેળવવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ ફેક્ટરીમાં પ્લાસ્ટિક રો મટીરિયલ અને ફોમ સીટો વધુ પ્રમાણમાં હોવાથી આગ પર કાબુ મેળવવામાં સમય લગી રહયો છે.


