1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરથી ઈન્દિરા બ્રિજ જતા રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગાંધીનગરના ભાટથી ઈન્દિરા બ્રિજ તરફ જતાં રોડ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધો હતો, અને વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. દરમિયાન આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ રાહદારીને સારવાર સામે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત […]

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]

ગાંધીનગરના માધવગઢ ગામના તલાટી-મંત્રીને 50,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો

ગાંધીનગરઃ જિલ્લાના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. માધવગઢના તલાટી-મંત્રીએ વડીલો પાર્જિત જમીનના વારસાઈ હક્ક પત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 50 હજાર નક્કી કરાયા હતા. અસીબીના સૂત્રોના જણાવ્યા […]

ગાંધીનગરમાં એકથી પાંચ સેક્ટરમાં પાણીની સમસ્યા, ઓછા પ્રેશરથી પાણી અપાતા મુશ્કેલી

ગાંધીનગર:  શહેરમાં વધતા જતા તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધતો જાય છે.  ત્યારે ઘણા દિવસથી શહેરના સેકટર 1, 2, 3, 4, અને 5માં પાણીનો કકળાટ શરૂ થયો છે. પુરતા પ્રેશરથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સ્થાનિક કોર્પોરેટરોએ પણ રજુઆત કરી છે. કહેવાય છે. કે બોરના પાણીના તળ ઊંડા જતાં આ સમસ્યા જોવા મળી […]

ગાંધીનગરના કોબાથી એપોલો જતાં હાઈવે પર ટ્રેકટરની ટ્રોલી પાછળ કાર અથડાતા એકનું મોત

ગાંધીનગરઃ જિલ્લામાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવ કોબાથી એપોલો જતાં હાઈવે પર સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે આવેલી કાર ટ્રેકટરની ટ્રોલી પાછળ અથડાતા ટ્રેકટરચાલક ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ […]

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં વાહનચાલકો પાસેથી પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો હતો. શહેરમાં કેટલાક વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોય છે. તે ઉપરાંત આડેધડ રસ્તા ઉપર પાર્ક કરીને અન્યની જીંદગી જોખમમાં મુકતા હોય છે. ઉપરાંત ઘણા ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરતા હોય છે. સીટ બેલ્ટ […]

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

અમદાવાદઃ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે […]

ગાંધીનગરના સેક્ટર-27માં હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે સ્કુટરચાલકનું મોત

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-27માં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને સ્કુટરને ટક્કર મારતાં સ્કુટરચાલક ગોટીલાલ મદનલાલા શાહને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગરમીમાં વધારો થતાં પ્રાણીઓ-પક્ષીઓને બચાવવા કરાઈ વ્યવસ્થા

ગાંધીનગરઃ ઉનાળાની કાળઝાળ ગરમીની પ્રાણીઓ અને પક્ષીઓને પણ અસર થતી હોય છે. ત્યારે રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પક્ષીઘર, સર્પગૃહને ખસની ટટ્ટીઓથી ઠંડક અપાય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓના પીંજરા […]

“બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્ર ચિંતન” વિષયે વિચાર ગોષ્ઠિ યોજાઈ

ગાંધીનગર: ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા “બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્રચિંતન” વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન મંગળવારે વિદ્યાભારતી સ્વામિનારાયણ ગુરુકુલ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના નિયામક પ્રો ( ડૉ ) શિરીષ કાશીકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિચાર મંચ- ગાંધીનગર કેન્દ્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code