1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ઈકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત
ગાંધીનગરમાં ઈકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત

ગાંધીનગરમાં ઈકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત

0
Social Share

ગાંધીનગર, 26 એપ્રિલ 2026: Two youths die in accident between Eco and bike શહેરમાં ઘ-0 સર્કલ નજીક આવેલા બ્રિજ પાસે પૂરઝડપે આવી રહેલી ઈકો કાર અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ઈકોકારના ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર શહેરના વ્યસ્ત ગણાતા ઘ-0 સર્કલ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઈકને પૂરપાટ ઝડપે દોડતી ઈકો કારે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઈક સવાર બે યુવાનો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ બનાવના પગલે સેકટર-7 પોલીસનો કાફલો દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ પુંદરાસણ ગામના નિકુલ ભરતજી ઠાકોર (ઉં.22) , પ્રકાશ પ્રવિણજી ઠાકોર (ઉં.20) અને અન્ય એક યુવક એમ ત્રણ યુવાનો બાઇક લઈને અત્રેના રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન ઈકો કારની બાઈકને ટક્કરથી નિકુલ અને પ્રકાશનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજો યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અકસ્માતગ્રસ્ત ઈકો કારને લઈને કોઈ નાસી ગયું હતું અને તેનો ચાલક લોકોના હાથમાં આવી ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ વિધિ હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર ઈકો કાર ચાલકની અટકાયત કરી લીધી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code