1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં બિલ્ડીંગ મટીરીયલના ટ્રેડર્સ સાથે 6.78 લાખની સાયબર ઠગાઈ
વડોદરામાં બિલ્ડીંગ મટીરીયલના ટ્રેડર્સ સાથે 6.78 લાખની સાયબર ઠગાઈ

વડોદરામાં બિલ્ડીંગ મટીરીયલના ટ્રેડર્સ સાથે 6.78 લાખની સાયબર ઠગાઈ

0
Social Share

વડોદરા, 26 એપ્રિલ 2026: Cyber ​​fraud of Rs 6.78 lakhs with building material traders શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ મટીરિયલના વેપારી સાથે રૂપિયા 6.78 લાખનો સાયબર ફ્રોડ થયો છે. વેપારીને ફોન કરીને સાયબર ઠગએ  હું તમારો જૂનો ક્લાયન્ટ બોલું છું તેમ કહી વિશ્વાસ કેળવ્યા બાદ UPI અને OTPની જાણકારી મેળવી લીધા બાદ તેમના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. રૂપિયા પરત નહીં મળતા વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા શાલીગ્રામ બંગ્લોઝમાં રહેતા કપિલ દ્વારકાદાસ શાહ માંડવી ચાર રસ્તા પાસે બિલ્ડીંગ મટીરિયલનો વેપાર કરે છે. તેમણે નોધાવેલી ફરિયાદ મુજબ, ગત સપ્ટેમ્બર મહિનામાં તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને “શર્માજી” તરીકે ઓળખ આપી જૂનો ક્લાયન્ટ હોવાનો દાવો કર્યો હતો. વેપારીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પહેલા UPI દ્વારા પૈસા મોકલ્યા હોવાનું કહ્યું હતું અને પછી વિવિધ UPI ID પર રકમ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જેથી વેપારીએ અલગ-અલગ UPI ID પર રૂ. 91 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આરોપીએ QR કોડ કામ નથી કરતું કહી ડેબિટ કાર્ડની વિગતો અને CVV માગ્યા તેમજ OTP શેર કરાવવા કહ્યું હતું. દરમિયાન વિશ્વાસમાં આવી ગયેલા વેપારીએ પોતાના મોબાઈલ ફોનમાંથી OTP શેર કરી દીધો હતો ત્યારે આ શર્માજી તરીકેની ઓળખ આપનાર ઠગે તેમના ખાતામાંથી 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા રૂ. 6.78 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીએ વારંવાર ખાતરી આપીને વધુ OTP લઈ ઠગાઈ ચાલુ રાખી હતી. અંતે પૈસા પરત નહીં મળતા વેપારીને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનો અહેસાસ થયો હતો. બાદમાં સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરતા આ ભેજાબાજને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code