1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુંબઈથી બાળકને ચોરીને ભાગી આવેલી મહિલાને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી
મુંબઈથી બાળકને ચોરીને ભાગી આવેલી મહિલાને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી

મુંબઈથી બાળકને ચોરીને ભાગી આવેલી મહિલાને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી

0
Social Share

સુરત, 26 એપ્રિલ 2026: Surat Crime Branch arrests woman who stole child from Mumbai મુંબઈના નાગપાડા વિસ્તારમાંથી માત્ર 8 મહિનાના બાળકને ચોરીને સુરત ભાગી આવેલી મહિલાને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈને બાળકને સુરક્ષિત રીતે છોડાવી લીધું છે. મુંબઈથી બાળક ચોરીને ભાગીને આવેલી 22 વર્ષીય આરતી ઉર્ફે ઝરીના નામની મહિલા સુરત રેલવે સ્ટેશનથી અન્યત્ર ભાગવાની ફિરાકમાં હતી. પોલીસની ટીમે પ્લેટફોર્મ પર ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી બાળકને નવજીવન આપ્યું છે. 22 વર્ષની આ મહિલા પોતાના પ્રેમી સાથે માસૂમ બાળકનો સોદો કરે કે ક્યાંક દૂર નીકળી જાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધી હતી.

આ બનાવની વિગત એવી હતી કે, મુંબઈના નાગપાડા વિસ્તારમાં ડીમ્ટીકર રોડ પર અનમોલ મેડિકલની સામે એક શ્રમિક પરિવાર ફૂટપાથ પર સૂતો હતો. 25 એપ્રિલ, 2026ની મોડી રાત્રે જ્યારે પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે તકનો લાભ લઈને આરતી ઉર્ફે ઝરીના ઉમેશ જેસ્વાલ નામની મહિલાએ 8 મહિનાના માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. મુંબઈ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ તેજ કરી હતી પરંતુ, આરોપી મહિલા બાળકને લઈને ટ્રેન મારફતે સુરત પહોંચી ગઈ હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે મુંબઈથી અપહરણ થયેલું બાળક સુરત લાવવામાં આવ્યું છે અને આરોપી મહિલા તેને લઈને રેલવે સ્ટેશન પર હાજર છે.  તે પોતાના પ્રેમી સાથે અન્ય કોઈ શહેરમાં ભાગવાની તૈયારીમાં હતી. માહિતીની ગંભીરતા સમજીને તુરંત જ ‘ઓપરેશન મુસ્કાન’ એક્ટિવ કરવામાં આવ્યું. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 20 જેટલા પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી રેલવે સ્ટેશનને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું હતું. દરેક એક્ઝિટ પોઈન્ટ અને પ્લેટફોર્મ પર સાદા વેશમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. આરોપી મહિલા ટ્રેનમાં બેસીને સુરત છોડવાની ફિરાકમાં હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પ્લેટફોર્મ પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી આરતીને ઓળખી કાઢી હતી. જેવી મહિલા ટ્રેન તરફ આગળ વધી, પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી. અચાનક પોલીસને જોઈને મહિલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક જવાનોએ તેને અને તેની સાથે રહેલા શંકાસ્પદ પુરુષને દબોચી લીધા હતા. બાળકની સુરક્ષા પોલીસ માટે પ્રાથમિકતા હતી, અને સદનસીબે બાળક હેમખેમ મળી આવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code