1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત આપશે
સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત આપશે

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત આપશે

0
Social Share

અમદાવાદ, 26 એપ્રિલ 2026: Government Engineering College professors will fight to resolve pending issues રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા હોવાથી પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. ત્યારે સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશનરને પત્ર લખીને  સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો પડતર પડતર પ્રશ્નોનું  આગામી તા. 29 એપ્રિલ સુધીમાં નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યુ છે. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સરકારી ઇજનેરી કોલેજૉના અધ્યાપકોએ પડતર માંગણીઓનો ઉકેલ ન આવે તો લડત આપવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો પડતર માંગણીઓને લઈને મૌખિક અને લેખિત રજૂઆત અનેક વખત કરી ચૂક્યા છે પરંતુ, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા 90 ટકા જેટલા પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેમજ વિવિધ પ્રશ્નોને લઈને સત્તાધીશો દ્વારા કોઈપણ જરૂરી આદેશ પણ કરવામાં આવ્યા નથી. જેથી હવે સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો દ્વારા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરને પત્ર લખીને અંતિમ ચેતવણી આપવામાં આવી છે.

CTE ઓફિસના બિન કાર્યક્ષમ વહીવટ, સંવેદનહીન અભિગમ, તઘલખી આદેશોથી માત્ર અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીને જ નહીં પરંતુ આર્થિક, માનસિક તેમજ સામાજિક સ્તરને પણ નુકસાન થતું હોવાની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. વર્ષોથી ન્યાયની અપેક્ષાએ નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓ, સંસ્થા, સમાજ તેમજ સરકારની સેવામાં હર હંમેશ યોગદાન આપી રહેલા અધ્યાપકોની ધીરજ અને વિશ્વાસ હવે ખૂટી ગયો હોવાનું પણ અધ્યાપકો દ્વારા કહેવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code