1. Home
  2. ગુજરાતી
  3. Education

Education

પ્રા. શિક્ષકોની 10,000 જગ્યા ખાલી હોવા છતાં ભરતી કેમ કરાતી નથીઃ મોઢવાડિયા

અમદાવાદઃ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં T.E.T પાસ કરીને બેઠેલા 47 હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેકારીનો સામનો કરી રહ્યા છે.  રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી […]

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ તો જાહેર થયું પણ કોલેજોમાં પ્રવેશ અંગે અનિશ્વિતતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ માટે આતુર બન્યા છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થાય તેની સાથે કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે કોઇ […]

ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર,  100 ટકા આવ્યું પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ-12નું પરિણામ જાહેર સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા જાહેર માસ પ્રમોશનના કારણે 100 ટકા આવ્યું પરિણામ ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ભણતરને અસર થઈ છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આપેલા માસ પ્રમોશન આપ્યું છે અને તેને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4,00,127 વિદ્યાર્થીઓને […]

પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો પહોંચ્યા જ નથી, વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે ? શિક્ષક સંઘ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો નહીં પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે કર્યો છે. આથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની સામયિક કસોટી નહિ લેવાની માગણી કરી છે. શિક્ષકોએ ભણાવવા પૂરતો સમય આપ્યા બાદ જ સામાયિક કસોટી લેવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. રાજ્યમાં છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે […]

CBSEનું ધો. 12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 12 નું રિઝલ્ટ આજે શુક્રવારે બપોરે 2 વાગે જાહેર કર્યુ હતું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા […]

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

અમદાવાદઃ ધો, 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધો. 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ […]

ધો.10-12ના રિપિટર્સ પરીક્ષાર્થીઓના ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી તા.1થી ઓગસ્ટથી શરૂ કરાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં આ વર્ષ કોરોનાને કારણે ધો. 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થતાં હવે આગામી તા. 1લી ઓગસ્ટથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરા શરૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ના રિપિટર પરીક્ષાર્થીઓની […]

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો […]

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એકસાથે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટે નિમણૂંક પત્રો અપાશે

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં એકસાથે એક જ દિવસે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટના રોજ નિમણુંક પત્રો આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલમાં શિક્ષણ સહાયકોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોએ ફાળવણી પત્ર ડાઉનલોડ કરી 6 ઓગસ્ટના રોજ જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણુંક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. સંચાલકો પાસેથી 4 ઓગસ્ટ […]

રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો સાવ હળવા કરી દેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપ્યા બાદ ધો.9થી 11ની શાળાઓને પણ ફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓના કાલાહટથી ગુંજવા લાગી છે. હવે શાળા સંચાલકોની માગણી બાદ સરકાર ધો 5થી 8ની શાળાઓમાં […]