ભાવનગર, 6 ઓગસ્ટ 2026 : The newly constructed RTO office is awaiting inauguration શહેર નજીક નારી ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે આરટીઓ કચેરીનું અદ્યત્તન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. બિલ્ડિંગ બનીને મહિનાઓ પહેલા જ તૈયાર થઈ ગયું હોવા છતાંયે આરટીઓ કચેરીના નવા બિલ્ડિંગના ઉદઘાટન માટે નેતાઓને સમય મળતો નથી. બીજીબાજુ 40 વર્ષ જુના બિલ્ડિંગમાં આરટીઓ કચેરી ચાલી રહી છે. ત્યારે શહેરીજનોએ નવી કચેરી કાર્યરત કરવાની માગ કરી છે.
ભાવનગરમાં નવી આરટીઓ કચેરી બનાવવા માટે 2023માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ આજે 2026માં પણ હજુ સુધી એનાયત કરવામાં આવી નથી. જૂની કચેરીમાં જગ્યાનો અભાવ છે ત્યારે લાખોના ખર્ચે બનેલી આરટીઓની નવી કચેરી બંધ હાલતમાં છે. આ અંગે આરટીઓ વિભાગના અધિકારી એમ.ટી મકવાણાએ જણાવ્યું હતું કે, હાલમાં જૂના બિલ્ડિંગમાં આરટીઓ કચેરી કાર્યરત છે. આ કચેરીમાં અરજદારોનો ઘસારો અવિરત રહેતો હોય છે. નવી કચેરીનું ખાતમુહૂર્ત 2023માં ઓગસ્ટ માસમાં કરવામાં આવ્યું હતું. તેનું સિવિલનું કામ પૂરું થઈ ગયું છે. ફર્નિચરનું કામ બાકી છે એટલે કચેરીનું લોકાર્પણ કરાયુ નથી.
ભાવનગરની RTOઓની જુની કચેરીની જગ્યામાં અભાવ છે. કારચાલકો અને ટુ-વ્હીલર ચાલકો પોતાના વાહનો લઈને આવતા હોય ત્યારે તેમના ટેસ્ટ માટેની પ્રક્રિયાને લઈને ભીડ જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ત્યારે નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
સૂત્રોના કહેવા મુજબ શહેર નજીક નારી ગામ પૂર્ણ થયા બાદ નવી આરટીઓની કચેરી બની ગઈ છે. પણ ફર્નિચરની કામગીરી બાકી છે. એટલે અંદાજે છ મહિનામાં ફર્નિચરની કામગીરી પૂર્ણ થઈ જશે.


