Homeગુજરાતીખોરાકનવરાત્રી સ્પેશિયલ: ફરાળી થટ્ટે ઈડલીની સરળ અને ઝડપી રેસિપી

નવરાત્રી સ્પેશિયલ: ફરાળી થટ્ટે ઈડલીની સરળ અને ઝડપી રેસિપી

રેસિપી, 07 ઓક્ટોબર 2026: થટ્ટે ઈડલીએ મૂળ દક્ષિણ ભારતની એક અત્યંત લોકપ્રિય અને અનોખી ઈડલી છે, જે કદમાં મોટી અને થાળી જેવી પહોળી હોય છે. સામાન્ય રીતે આ ઈડલી ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ઉપવાસ કે વ્રતમાં ખાવા માટે આ ફરાળી થટ્ટે ઈડલી એક બેસ્ટ ઓપ્શન છે.

મોરૈયો, સાબુદાણા અને દહીંના મિશ્રણથી બનતી આ ઈડલી અત્યંત સોફ્ટ, સ્પોન્જી અને પચવામાં હળવી હોય છે. વ્રત દરમિયાન કંઈક નવું અને મસાલેદાર ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ઈડલી ફરાળી નારિયેળની ચટણી સાથે એકદમ પરફેક્ટ લાગે છે.

થટ્ટે ઈડલી રેસીપી

1 કપ મોરૈયો

1/4 કપ સાબુદાણા

1/2 કપ દહીં

1 કપ પાણી

સ્વાદ મુજબ સેંધ નમક

1/2 ચમચી બેકિંગ સોડા

થટ્ટે ઈડલી બનાવવાની રીત

મોરૈયો અને સાબુદાણાને 2-3 વાર સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેમાં દહીં અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો અને 3 કલાક માટે ઢાંકીને પલાળવા દો.

 મિશ્રણ બરાબર પલળી જાય એટલે તેને મિક્સરના જારમાં લો. તેમાં જરૂર મુજબ થોડું પાણી અને સ્વાદ મુજબ સેંધા નમક ઉમેરીને એકદમ સ્મૂથ અને ઘટ્ટ ખીરું પીસી લો.

પીસેલા ખીરાને એક મોટા વાસણમાં કાઢી લો. ઈડલી સ્ટીમ કરતા પહેલાં તેમાં 1/2 ચમચી બેકિંગ સોડા ઉમેરી હળવા હાથે એક જ દિશામાં મિક્સ કરો, જેથી ખીરું સરસ ફૂલી જશે.

થટ્ટે ઈડલી બનાવવા માટે નાની કિનારી વાળી પ્લેટ, ઢોકળાની થાળી કે થટ્ટે ઈડલી સ્ટેન્ડ લો અને તેના પર થોડું તેલ કે ઘી લગાવીને ગ્રીસ કરી લો.

ગ્રીસ કરેલી થાળીમાં તૈયાર કરેલું ખીરું રેડો. થટ્ટે ઈડલી સામાન્ય ઈડલી કરતાં થોડી જાડી હોય છે, તેથી ખીરું થોડું વધારે પ્રમાણમાં પાથરવું.

ઈડલી સ્ટીમર કે મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ખીરાવાળી થાળી મૂકી ઢાંકણ બંધ કરીને મધ્યમથી તેજ તાપે 10 મિનિટ માટે સ્ટીમ થવા દો.

ઈડલી ચડી જાય એટલે ગેસ બંધ કરી 2 મિનિટ ઠંડી થવા દો. ચાકુ કે ચમચીની મદદથી કિનારીઓ ઉખાડીને પ્લેટમાં કાઢી લો. ગરમાગરમ ફરાળી થટ્ટે ઈડલી પર ઘી અથવા ફરાળી ચટણી લગાવીને પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular