HomeગુજરાતીગુજરાતIT રિટર્નની ક્વેરી સંદર્ભે ઓડિટ વિભાગનો અધિકારી રૂપિયા 8 લાખની લાંચ લેતા...

IT રિટર્નની ક્વેરી સંદર્ભે ઓડિટ વિભાગનો અધિકારી રૂપિયા 8 લાખની લાંચ લેતા પકડાયો

અમદાવાદ, 22 નવેમ્બર. 2026 : Audit department officer caught taking bribe  ઈન્કમટેક્સના રિટર્નમાં ક્વેરીનું નિરાકરણ આવી ગયા બાદ એસેસમેન્ટ ઓડિટના ફરી ન ખોલવા માટે રૂપિયા 8 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતા વિનસકુમાર સાવરિયાને લાંચ રૂશ્વત વિભાગે રંગેહાથ ઝડપી લીધો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ઓડિટ ભવનમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતો વિનસકુમાર સાવરિયાને  જામનગરમાં છટકું ગોઠવીને સાવરિયાને તેની કારમાં જ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

​આ કેસની વિગત એવી છે કે, જામનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો(ACB) દ્વારા રવિવારે  સફળ ટ્રેપ ગોઠવીને અમદાવાદના ઓડિટ વિભાગના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને રૂ.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીએ ઇન્કમટેક્સ રિટર્નના એસેસમેન્ટ ઓડિટને ફરી ખોલવામાં ન આવે તે માટે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી અને છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા.

એસીબીના સૂત્રોના કહેવા મુજબ  ફરિયાદીની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વર્ષ 2024-25માં ભરવામાં આવેલા ઈન્કમટેક્સ રિટર્ન સંબંધિત ક્વેરીનું નિરાકરણ આવી ગયું હતું. તેમ છતાં, અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવન (પીડી સેન્ટ્રલ)ના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરિયાએ આ ક્લોઝ થયેલા એસેસમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા માટે ફરિયાદી પાસે રૂ. 8 લાખની લાંચની માંગણી કરી હતી. ​લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ જામનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. આરોપી ઓડિટ ઓફિસરે ફરિયાદીને ​રૂપિયા આપવા માટે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર, ઈન્કમટેક્સ ઓફિસની બાજુમાં અને ત્રિમંદિર જવાના સાઈનબોર્ડ નજીક કારમાં જ બોલાવ્યા હતા. જેથી એસીબીએ ઓફિસરને રૂપિયા લેતા રંગેહાથ ઝડપીને લાંચની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img