Homeગુજરાતીગુજરાતગિરનારની લીલી પરિક્રમા બે લાખ શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી, યાત્રિકો માટે ઠેર ઠેર...

ગિરનારની લીલી પરિક્રમા બે લાખ શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી, યાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો

જૂનાગઢ, 22 નવેમ્બર,2026 : Two lakh devotees complete Girnar’s ‘Green Parikrama નવ નાથ, ચોર્યાસી સિદ્ધ અને ચોસઠ જોગણીઓના બેસણા છે એવા ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમા 21 તારીખની મોડી રાત્રે સાધુ-સંતો તથા વનતંત્ર દ્વારા વિધિવત રીતે ગેટ ખોલીને શરૂ કરવામાં આવી હતી. જોકે, પરિક્રમા માટે આવેલી ભાવિકોની ભીડ એક દિવસ અગાઉ જ વધી જતા તંત્ર દ્વારા 19 તારીખે સવારે એક દિવસ વહેલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી હતી. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી લીધી છે, પરિક્રમાના માગ્ર પર યાત્રિકોની સેવા માટે ઠેર ઠેર ચા-પાણી નાસ્તા-અને ભોજન માટે  સેવા કેમ્પો ચાલી રહ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા સંચાલિત એક અલ્પાહાર સેવા કેમ્પમાં પરિક્રમાર્થીઓ માટે ગરમાગરમ ગાંઠિયા અને જલેબી બનાવવાથી લઈને તેને પીરસવા સુધીનું તમામ વ્યવસ્થાપન મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

 ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે અને બે દિવસ બાદ પરિક્રમા સંપૂર્ણ અને વિધિવત રીતે પૂર્ણ થશે. આ દરમિયાન પરિક્રમાના માર્ગ પર સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત એક અનોખું અલ્પાહાર અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. અહીં પરિક્રમાર્થીઓ માટે ગરમાગરમ ગાંઠિયા અને જલેબી બનાવવાથી લઈને તેને પીરસવા સુધીનું તમામ વ્યવસ્થાપન મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. પરિક્રમામાં પ્રથમ વખત જોવા મળેલા આ પ્રકારના અન્નક્ષેત્રમાં નારી શક્તિના દર્શન થઈ રહ્યા છે.

ગિરનારમાં સનાતન પરંપરા અનુસાર આયોજિત થતી પરંપરાગત પરિક્રમામાં સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. આ તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદ અને અલ્પાહારની વ્યવસ્થા વિવિધ અન્નક્ષેત્રો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવતી હોય છે. ત્યારે પરિક્રમાના માર્ગ પર રૈયાણી પરિવાર દ્વારા ચલાવવામાં આવતા આ અલ્પાહાર અન્નક્ષેત્રમાં ગાંઠિયા-જલેબી બનાવવાથી લઈને ભાવિકો સુધી પહોંચાડવાની તમામ કામગીરી પરિવારની સ્વયંસેવક મહિલાઓ દ્વારા થઈ રહી છે. પરિક્રમામાં મહિલાઓ દ્વારા સંચાલિત આ અન્નક્ષેત્ર સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img