Homerevoinewsમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી આદિજાતિ ગ્રામજનો અને પરિવારોને સ્પર્શી ગઈ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી આદિજાતિ ગ્રામજનો અને પરિવારોને સ્પર્શી ગઈ

ગાંધીનગર, 18 નવેમ્બર, 2026 – Chief Minister Bhupendra Patel સમાજના છેવાડાના લોકો સુધી પહોંચવાના અને તેમની કાળજી લેવાના રાજ્ય સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલના અનુસંધાને મુખ્યમંત્રી દાહોદ જિલ્લામાં પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડાના ગામોનો ત્રિ-દિવસીય પ્રવાસ શરૂ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારની મુલાકાત દરમિયાન પોતાની આગવી સાહજિકતાનો વધુ એક પરિચય સરાબલી ગામના અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરિવાર સાથે ભોજન લઈને આપ્યો.

તેમણે આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચીત કરીને પારિવારિક સ્થિતિ જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ ગરબાડા પહોચ્યા ત્યારે સૌ પ્રથમ ઘરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ વેળાએ આદિવાસી સંસ્કૃતિ અને લોકપરંપરા તથા ઉત્સવના માહોલ વચ્ચે ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ ત્યારે પણ શ્રી ભૂપન્દ્ર પટેલની સાદગીનો સૌને પરીચય થયો હતો.

Chief Minister Bhupendra Patel’s simplicity touched the tribal villagers and families.
Chief Minister Bhupendra Patel’s simplicity touched the tribal villagers and families.

સ્વાગત નૃત્ય કરતી ટીમે મુખ્યમંત્રીશ્રી સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ સહજ ભાવે ટીમ સાથે ઉભા રહી ગયા અને ફોટોગ્રાફ પડાવ્યો. તેમને આ આદિવાસી કલાકારોએ પરંપરાગત આદિવાસી કોટી, ભોરીયું અને તીર-કામઠું અર્પણ કરીને સત્કાર્યા હતા.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img