1. Home
  2. Tag "Gujarat government"

ગુજરાત સરકરે 3.32 લાખ કરોડનું બજેટ રજુ કરાયું, અનેક પ્રજાલક્ષી જાહેરાતો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂ. 3,32,4654 કરોડનું બજેટ રજુ કર્યું છે. આ બજેટ રાજ્યનું સૌથી વધારે હોવાનું મનાય રહ્યું છે. આ ઉપરાંત 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ હતી. આ યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક ન્યાય અધિકાર વિભાગ માટે રૂ. 6193 કરોડની જોગવાઈ […]

ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે નિયમોમાં કર્યો ફેરફાર, હવે MCQ પદ્ધતિથી પરીક્ષા લેવાશે

ગાંધીનગર: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર, સિનિયર ક્લાર્ક. તલાટી-મંત્રી સહિત વિવિધ ભરતી કરવામાં આવતી હોય છે. આમ વર્ગ-3ની ભરતીની પરીક્ષામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા […]

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ રાજસ્થાનના ભરપુર પાસે જયપુર નેશનલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. બસમાં તમામ યાત્રીકો ગુજરાતના ભાવનગરના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભાવનગરના આ યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરીને […]

હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને અંકુશમાં લેવા જાહેર કરી કડક ગાઈડલાઈન

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ મહાનગરો તેમજ નાના શહેરોમાં પણ રખડતા ઢોરને લીધે રોજબરોજ અકસ્માતોના બનાવો બનતા હતા. ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિકને પણ અડચણ થતી હતી. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા ગુજરાત સરકારે સમાન પોલીસી બનાવીને તેની ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ […]

ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન,10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે

રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત 10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે રાજ્યમાં દર વર્ષે 13 લાખ બાળકોને અંદાજિત રૂ. 408 કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે T(ટીટનસ) D(ડિપ્થેરિયા),બી.સી.જી.,હિપેટાઇટીસ બી, રોટા […]

GeM પોર્ટલથી ગુજરાત સરકારે બચાવ્યા કરોડો રૂપિયા,કેન્દ્ર સરકારે કર્યુ સન્માન

અમદાવાદ: GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને સાત એવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારના પારદર્શક વહીવટ બદલ રાજ્યને સાત એવૉર્ડ સાથે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT) વિભાગ દ્વારા આયોજિત ‘ક્રેતા-વિક્રેતા ગૌરવ સન્માન સમારોહ-૨૦૨૩’ અંતર્ગત રાજ્ય સરકારને DPIIT દ્વારા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ […]

ગુજરાત સરકારે કૈલાશ માનસરોવર યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સહાયની રકમ વધારીને 50,000 રૂપિયા કરી

કૈલાસ માનસરોવર જતાં ગુજરાતીઓ માટે ખુશખબર રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે અમદાવાદ : ગુજરાત સરકારે શનિવારે રાજ્યમાંથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા દરેક યાત્રિકો માટે નાણાકીય સહાય 23,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન […]

ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત નહીં કરાય તો શૈક્ષિક સંઘ આંદોલન કરશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંધવારી ભથ્થુ આપવામાં આવતું હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરે ત્યાર બાદ મહિનામાં જ ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હતી. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે સમયાંતરે બે વખત મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું […]

ગુજરાત સરકારનો મોટો આદેશ: સરકારી કર્મચારીઓના ફોનમાં હવે વોડાફોન-આઇડિયા સર્વિસ બંધ, નંબર રિલાયન્સ જિયોને ટ્રાન્સફર કરી દેવાયા

અમદાવાદ : ગુજરાત સરકારે મોટો આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વોડાફોન-આઈડિયાની સેવા સોમવારથી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે આ કંપનીના કર્મચારીઓના તમામ નંબર રિલાયન્સ જિયોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓની સત્તાવાર સંખ્યા વોડાફોન-આઈડિયા કંપની ચલાવે છે. કર્મચારીઓ વોડા-આઈડિયાના પોસ્ટપેડ મોબાઈલ નંબરનો સતત […]

ગુજરાત સરકાર-ગુગલ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના MOU, દર વર્ષે 50 હજાર લોકોને તાલીમ અપાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code