Homeગુજરાતીગુજરાતઅમદાવાદ સહિત શહેરોમાં મ્યુનિની હદમાં આવતા ઉદ્યોગો માટે ફાયર NOC ફરજિયાત

અમદાવાદ સહિત શહેરોમાં મ્યુનિની હદમાં આવતા ઉદ્યોગો માટે ફાયર NOC ફરજિયાત

અમદાવાદ, 22 નવેમ્બર,2026 :  Fire NOC mandatory for industries coming under municipal limits  ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે મહાનગરો માટે મકાનો, કોમર્શિયલ બિલ્ડિંગો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો તેમજ અસ્થાયી મંડપોમાં આગથી બચાવ અને જીવનસુરક્ષાનાં પગલાંને લગતા નિયમોમાં સુધારો કર્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરેલા ગેઝેટમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ, 2014 માં સુધારા જાહેર કર્યા છે. જેમાં હવે 2021માં રદ કરેલી ઉદ્યોગિક એકમો માટે ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે. હવે પ્રવેશમાર્ગ, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર ડોર, સ્મોક મેનેજમેન્ટ, ફાયર એલાર્મ, સ્પ્રિંકલર, હાઇડ્રન્ટ, પંપિંગ વ્યવસ્થા, આગ બુઝાવવા માટે પાણીનો સંગ્રહ, ઈમરજન્સી વીજળી સહિતનો સમાવેશ થાય છે. અગાઉ પ્રમાણે 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઓદ્યોગિક ઇમારતો માટે તથા જોખમી ઇમારતોમાં એક કે વધુ માળનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 500 ચોરસ મીટરથી વધુ હશે તો એનઓસી ફરજિયાત કરવામાં આવી છે. અને તમામ નવા નિયમોની અમલવારી એપ્રિલ 2027 થી શરૂ કરવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશનની  હદમાં આવતી ઔદ્યોગિક ઇમારતો, જેમાં ઓછા જોખમવાળી ઔદ્યોગિક ઇમારતો, 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી તથા મધ્યમ જોખમવાળી ઔદ્યોગિક ઇમારતો, 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી તેમજ વધુ જોખમવાળી ઔદ્યોગિક ઇમારતો, 50 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી અને આ અનુસૂચિ મુજબ 15 મીટર કે તેથી વધુ ઊંચાઈની ઇમારતો તેમજ દર્શાવેલી વિશેષ શ્રેણીની ઇમારતો માટે ફાયર સેફ્ટી સંબંધિત પાલનનું NOC મેળવવું જરૂરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img