Homeગુજરાતીગુજરાતવડોદરામાં CNG કારમાં લાગી આગ, કારમાંથી બહાર નિકળી જતા તમામનો બચાવ

વડોદરામાં CNG કારમાં લાગી આગ, કારમાંથી બહાર નિકળી જતા તમામનો બચાવ

વડોદરા, 22 નવેમ્બર,2026 : CNG car catches fire  શહેરના સુસેન સર્કલ નજીક એક CNG કારના બોનેટમાંથી ધૂમાડો નિકળતા કારચાલકે કારને રોડ સાઈડ ઊભી રાખીને કારમાં બેઠેલા ત્રણ પ્રવાસીને ઉતારી લીધા હતા. ત્યારબાદ કારમાં આગ ફાટી નિકળતા રોડ પર અફરા-તફરી મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના તરસાલીથી ગોત્રી તરફ જઈ રહેલી કાર સુસેન સર્કલ નજીક પહોચતા કારમાં આગ લાગી હતી. રેપિડો (Rapido) રાઇડ ચલાવતો ચાલક કારમાં  ત્રણ પેસેન્જરોને લઈને કાર અંદાજે ત્રણ કિલોમીટર જેટલી ચાલ્યા બાદ સુસેન સર્કલ પાસે પહોંચી ત્યારે CNG કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયેલા ચાલકે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને તમામ પેસેન્જરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટના અંગે કારચાલકે જણાવ્યું હતું કે, હું રેપિડો રાઇડર તરીકે કામ કરું છું. આ કાર મેં થોડાક સમય પહેલા જ ખરીદી છે. કાર CNG અને પેટ્રોલ છે. આજે મેં 80થી 90 કિમી કાર ચલાવી હતી જો કે તરસાલીથી પેસેન્જર લઈને ગોત્રી તરફ જતો હતો ત્યારે અચાનક ચાલુ કારમાં આગળના બોનેટના ભાગમાં ધુમાડો દેખાતા કાર સાઈડ કરી હતી અને અમે ઉતારી ગયા હતા. જો કે આગ જોત જોતામાં લાગી જતા ફાયરને જાણ કરી હતી. કારને આગળના ભાગમાં મોટું નુકસાન થયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img