1. Home
  2. Tag "FIRE"

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના […]

વડોદરાના કરજણ નજીક કપાસ ભરેલો ટ્રક સળગીને ખાક થયો, ડ્રાઈવર-ક્લીનરનો બચાવ

વડોદરાઃ જિલ્લાના કરજણ નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા આઇસર ટ્રકમાં એકાએક આગ લાગતાં સમયસુચકતા દાખવીને ડ્રાઈવર અને ક્લીનર તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં કપાસ અને આઇસર ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. ખેડૂતનો […]

અમદાવાદમાં ફટાકડાની ફેકટરી, ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશન સહિત આગના ત્રણ બનાવો

અમદાવાદઃ શહેરનામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સરખેજ ધાળકા રોડ પર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડાની ફેકટરી, તેમજ સનાથળ બાવળા રોડ પર આવેલી એક ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં તેમજ રાયપુર દરવાજા પાસે આવેલી બેન્કમાં આગ લાગતા ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના સરખેજ-ધોળકા હાઇવે ઉપર […]

બિહારઃ હોળી સ્પેશિયલ ટ્રેનના એસી કોચમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

પટણાઃ બિહારના ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, રેલવેનો દાવો છે કે, જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા. દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી […]

અમદાવાદમાં ધોળકા રૂટની ST બસમાં લાગી આગ, પ્રવાસીઓ બહાર નીકળી જતાં બચાવ

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં શનિવારે બપોરના ટાણે ધોળકા રૂટની એસટી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ભસ્મીભૂત બની ગઈ હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો જોતા બસના ચાલકે સમયસૂચકતા દાખવીને બસને રોડ પર ઊભી રાખીને મુસાફરોને તાત્કાલિક ઉતરી જવા માટે બુમો પાડતા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બસમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર […]

રાજકોટમાં કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટઃ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં  આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગતા ફેકટરીમાં કામ કરતા કામમદારોમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન આગની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે,  દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિક લોકો પણ ફેકટરીની બહાર એકઠા થઈ ગયા હતા., […]

મધ્યપ્રદેશના ભોપાલમાં જૂના મંત્રાલયમાં લાગી આગ, પાંચ કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયાં

ઈન્દોરઃ ભોપાલમાં શનિવારે જૂની મંત્રાલયની ઇમારતના ત્રીજા માળે આગ લાગી હતી. જોરદાર પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને ટૂંક સમયમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ હતી. મંત્રાલયના ગેટ નંબર પાંચ અને છ વચ્ચે સફાઈ કરી રહેલા કર્મચારીઓએ મંત્રાલયની જૂની ઈમારતના ત્રીજા માળેથી ધુમાડો નીકળતો જોઈને સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી. આ પછી ફાયર […]

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં સાતથી વધુ દુકાનોમાં લાગી આગ, લાખોનું અનાજ બળીને ખાક

પાલનપુરઃ શહેરના નવા માર્કેટયાર્ડમાં એક દુકાનમાં એકાએક આગ લાગ્યા બાદ જોતજોતામાં આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ હતી. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાક થઇ ગઇ હતી. ભીષણ આગને લીધે લાખોનું અનાજ બળીને ખાક થઇ ગયું છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી […]

દિલ્હી: પેઇન્ટ ફેક્ટરીમાં ભિષણ આગ, 11 કામદારોના મોત

દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ 15 ફેબ્રુઆરી સાંજે 5.25 કલાકે લાગી હતી. આ ફેક્ટરીમાં થીનરના ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી આગ ઝડપથી સામેના ઘરો અને નજીકના નશા મુક્તિ કેન્દ્ર સુધી ફેલાઈ ગઈ હતી. […]

ચીનના જિયાંગ્શી પ્રાંતમાં બહુમાળી ઈમારતમાં ભિષણ આગ, 39થી વધુ લોકોના મોત

નવી દિલ્હીઃ ચીનના જિયાંગ્શી પ્રાંતમાં બુધવારે એક ઈમારતમાં આગ લાગવાથી 39થી વધુ લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ સ્થાનિક ફાયર ઇમરજન્સી હેડક્વાર્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, ઝિન્યૂ શહેરમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાનમાં આગ ફાટી નીકળી હતી, જેણે ગંભીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code